________________
પાટણનાં જિનાલયો
૧૬૩
રાજકાવાડો
રાજકાવાડી વિસ્તારનો સૌ પ્રથમ તેના નામોલ્લેખ સાથે ઉલ્લેખ ચૈત્યપરિપાટીઓમાં સં ૧૫૭૬ની સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. તે સમયે આ વિસ્તારમાં પાર્શ્વનાથનું જિનાલય વિદ્યમાન હતું. રાજકાવાડી વિસ્તાર પાટણમાં ઘણો મોટો વિસ્તાર છે. તેની અંતર્ગત ઘણા વિસ્તારો સ્વતંત્ર નામોલ્લેખ સાથે વિદ્યમાન હતા. આજે પણ તે પૈકીના કેટલાક વિસ્તારો વિદ્યમાન છે.
સં. ૧૯૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં રાજકાવાડો વિસ્તાર રાઈયાસણી તરીકે પ્રચલિત હતો. આ વિસ્તાર અંતર્ગત માં વિદ્યાધરનો પાડો, કસુંબીયાપાડો, કોવારીપાડો, સંઘવીનો પાડો વિદ્યમાન હતા.
સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં રાજકાવાડા નામનો ઉલ્લેખ થયો નથી. પરંતુ પૂર્વે તેની અંતર્ગત આવેલા અને હાલ સ્વતંત્ર વિસ્તારો તરીકે અસ્તિત્વ ધરાવતા વિસ્તારોનો ઉલ્લેખ તે સમયે પણ સ્વતંત્ર વિસ્તાર તરીકે થયેલો જોવા મળે છે. ૧. કસુંબીયાવાડો, ૨. માલૂસંઘવીનો પાડો. ઉપરાંત આજે રાજકાવાડા અંતર્ગત આવેલા વિસ્તારોનો પણ તે સમયે સ્વતંત્ર નામોલ્લેખ થયેલો છે. ૧. મહેતા અબજીનો પાડો, ૨. બલીયાનો પાડો, ૩. ચોખાવટીનો પાડો અને ૪. મલ્લિનાથનો પાડો.
ત્યારબાદ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પણ રાજકાવાડા નામનો ઉલ્લેખ થયો નથી. પરંતુ અગાઉની જેમજ સં. ૧૭૨૯માં પણ કોસંબીયાપાડો અને સંઘવીની પોળ અલગ વિસ્તાર તરીકે નામોલ્લેખ પામેલા છે. જ્યારે આજે રાજકાવાડા અંતર્ગત આવેલા વિસ્તારોનો પણ તે સમયે સ્વતંત્ર વિસ્તારો તરીકે ઉલ્લેખ મળે છે. ૧. અબજી મહેતાનો પાડો, ૨. સુંબલીનો પાડો, ૩. ચોખાવટીનો પાડો, ૪. લખીયારવાડો અને પ. મલ્લિનાથનો પાડો. - સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં કેટલાક વિસ્તારો જે અગાઉ રાજકાવાડામાં હતા, તેનો સ્વતંત્ર નામોલ્લેખ થયો છે. તથા કેટલાક વિસ્તારો રાજકાવાડાની અંતર્ગત દર્શાવવામાં આવ્યા છે. કસુંબીયાવાડો તથા સંઘવીની પોળનો ઉલ્લેખ સ્વતંત્ર થયો છે. જયારે અબજી મહેતાનો પાડો, લખીયારવાડો તથા મલ્લિનાથની પોળનો ઉલ્લેખ રાજકાવાડાની અંતર્ગત થયેલો છે.
સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં રાજકાવાડા નામનો ઉલ્લેખ આવતો નથી. દરેક વિસ્તાર સ્વતંત્ર દર્શાવવામાં આવ્યો છે. ૧. અબજી મહેતાનો પાડો, ૨. બલીયાર પાડો, ૩. ચોખાવટ્ટીમપાડો, ૪. કેશુશેઠનો પાડો, ૫. પાઠશાળાનો પાડો, ૬. લખીયારવાડો અને ૭. મલ્લિનાથનો પાડો.
ત્યારબાદ અદ્યાપિપર્યત આ વિસ્તારો સ્વતંત્ર વિસ્તાર તરીકે જ નામોલ્લેખ પામ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org