________________
પાટણનાં જિનાલયો
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં લીંબડીના પાડામાં આવેલું આ જિનાલય ધાબાબંધી દર્શાવેલું છે. ત્યારે તેર આરસપ્રતિમા, પચાસ ધાતુપ્રતિમા તથા એક સ્ફટિકપ્રતિમા બિરાજમાન હતી. લાકડાનું કોતરકામ પણ દર્શાવ્યું હતું. જિનાલયની સ્થિતિ સારી હતી. વહીવટ શાહ પૂનમચંદ મગનલાલ હસ્તક હતો. ઉપરાંત લીંબડીના પાડામાં વાસુપુજ્યના ઘરદેરાસરનો ઉલ્લેખ પણ થયો છે. આ ઘરદેરાસર શાહ સરૂપચંદ ઉત્તમચંદના પરિવારનું હતું અને ત્યારે બાર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. આ ઘરદેરાસર સં ૨૦૫૨માં શાંતિનાથના જિનાલયમાં પધરાવવામાં આવેલ છે.
૧૪૮
આજે જિનાલયનો વહીવટ લીમડીના પાડામાં રહેતા શ્રી સુરેન્દ્રભાઈ સેવંતીલાલ શાહ તથા મુંબઈનિવાસી શ્રી મહેન્દ્રભાઈ કસ્તુરચંદ શાહ, શ્રી વિનોદચંદ્ર મણિલાલ સ૨કા૨ અને શ્રી વિનુભાઈ કાંતિલાલ શાહ હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય સં૰ ૧૬૪૮ આસપાસના સમયનું છે.
ભાભાનો પાડો
ભાભા પાર્શ્વનાથ (સં. ૧૫૭૬ પૂર્વે)
ભાભાના પાડામાં છેક અંદરના ભાગમાં શ્રી ભાભા પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે.
સફેદ આરસ અને પથ્થરના બનેલા ઘુમ્મટબંધી જિનાલયના ઓટલાની નીચેની દીવાલ પર કમળમાં બેઠેલા લક્ષ્મીજીની મૂર્તિ તથા આજુબાજુ સૂંઢમાં કમળ લઈને ઊભેલા બે હાથીઓની રચના છે. અંબાડી પર બેઠેલા શ્રેષ્ઠી, મહાવત તથા ચામર વીંઝતાં સેવકની અન્ય રચના છે. ઓટલા પર એક થાંભલાની બહારની બાજુએ અંબિકા, સિદ્ધાયિકા, ચક્રેશ્વરી તથા પદ્માવતીદેવીની તથા બીજા થાંભલા પર ગોમુખ, ગરુડ, ગોમેઘ તથા પાર્શ્વયક્ષનાં શિલ્પો ઉપસાવેલ છે. ઉપરના ભાગમાં આઠ આઠ વિદ્યાદેવીઓ છે તથા બે સ્તંભની વચ્ચે મગરમુખી કમાન છે. તેની ઉપરના ભાગમાં બે બાજુ અપ્સરાઓ છે. છેક ઉપરના ભાગમાં વેલથી વીંટળાયેલી બાહુબલિની પ્રતિમાની બાજુમાં હાથી તથા બે બાજુ બ્રાહ્મી તથા સુંદરીનાં શિલ્પો છે. મુખ્ય પ્રવેશદ્વાર એક છે જેની બારસાખ ૫૨ કળા કરતા મોરની ઉપર સરસ્વતીદેવીની રચના છે.
રંગમંડપમાં પ્રવેશતાં, આપણી ડાબી બાજુ સમેતશિખર અને ગિરનારના પટ છે. સામેની દીવાલ પર પાવાપુરી, શત્રુંજય, નાના કમળમાં નવકારમંત્ર, યંત્રાધિરાજ ઋષિમંડળના પટ છે. તેની નીચે ત્રણ ગોખમાં અનુક્રમે શ્યામ આરસના પાર્શ્વયક્ષ, ગૌતમસ્વામી તથા પદ્માવતીદેવીની આરસમૂર્તિઓ છે. તેની સામેની દીવાલે બે ગોખ છે. વચ્ચે બારી છે. એક ગોખમાં શ્રી નેમનાથ તથા અન્ય ગોખમાં નમિનાથ, સંભવનાથ, શીતલનાથ, વિમલનાથ તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org