________________
પાટણનાં જિનાલયો
ધાતુપ્રતિમા છે જે પૈકી આદેશ્વરની ધાતુપ્રતિમા સપરિકર છે.
જિનાલયની બહારના ચોકમાં ખૂણામાં એક નાના ગોખમાં પગલાંની બે જોડ છે. એના પર નીચે મુજબનું લખાણ છે :
‘સંવત ૧૮૯૨ પ્રવર્તમાને માસોત્તમ માસે શ્રાવણ માસે શુક્લ પક્ષે દ્વાદશા તીથૌ બુધવાસરે શ્રીમદ્દ તપાગચ્છ વયરી શાખાયા સ્તવે સંવેગ પક્ષે પાદુકા કારાપિત સકલ સંધેન મુનિ શ્રી કીર્તિવિજયજીની પાદુકા, મુનિ માણિક્ય વિજયજીની પાદુકા
,,
વિમલનાથના ઘરદેરાસરના પરિવારજનોએ જણાવ્યા પ્રમાણે આ જિનાલય તેઓનું હતું અને સો વર્ષ પૂર્વે એટલે કે સં. ૧૯૫૫માં અહીંની ચાર ધાતુપ્રતિમા પોતાના ઘરદેરાસરમાં પધરાવવામાં આવી હતી.
ઐતિહાસિક સંદર્ભ
ખેતરવસીમાં મહાદેવા પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ સં. ૧૯૫૯માં પં હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં મળે છે :
૧૨૯
113211
સંસારાારવારાંનિધિગતજનતાતારણે યાનપાત્રમ્ ભક્ત્યાહં ક્ષેત્રવસ્યાં જિનપતિમભિતઃ શ્રી મહાદેવપાર્શ્વ,
જો કે સં ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સૂરજીમાધવની પોળમાં પાર્શ્વનાથના એક જિનાલયનો ઉલ્લેખ મળે છે :
પોલે સૂરજી માધવ તણે રે, ષોષલીઓ પ્રભુ પાસ, પ્રાસાદમેં પ્રભુ દીપતા રે, જુ રવિ કિરણ પ્રકાસ. ૧૦ સો
ઉપર્યુક્ત ચૈત્યપરિપાટીમાં સૂરજીમાધવની પોળનો વિસ્તાર ખેતલવસહીની નજીક હોવાનું જણાય છે. સંભવ છે કે આ જિનાલય ત્યારબાદ મહાદેવા પાર્શ્વનાથથી પ્રચલિત બન્યું હોય. સૂરજીમાધવની પોળમાં માધવ શબ્દ અને મહાદેવા શબ્દ એ બન્ને વચ્ચેનો સંબંધ હોઈ શકે ?
Jain Education International
સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં તથા સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મહાદેવા પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે. સં. ૧૯૬૩માં આ જિનાલય શિખર વિનાનું છે તેવું દર્શાવ્યું છે. ત્યારે છ આરસપ્રતિમા તથા ત્રીસ ધાતુપ્રતિમા હતી. ઉપરાંત પગલાંની બે જોડ પણ હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ખેતરવસીમાં મહાદેવની શેરીમાં ધાબાબંધી તરીકે થયેલો છે. ત્યારે પાંચ આરસપ્રતિમા અને ચોત્રીસ ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. વહીવટ શાહ હિંમતલાલ હરચંદ હસ્તક હતો.
આજે જિનાલયનો વહીવટ ખેતરવસીમાં જ રહેતાં શ્રી જિતુભાઈ ચંદુલાલ શાહ તથા શ્રી કીર્તિભાઈ વાલચંદ શાહ અને શાંતિનાથની પોળમાં રહેતા શ્રી ૨મણિકભાઈ ત્રિકમલાલ શાહ
For Personal & Private Use Only
www.jainelibrary.org