________________
પાટણનાં જિનાલયો
ત્રિશેરીયું, સાલવીવાડો નેમિનાથ (સં. ૧૫૭૬ પૂર્વે)
સાલવીવાડ વિસ્તારમાં ત્રિશેરીયું નામની સાંકડી શેરીને છેવાડે નેમિનાથનું ઘુમ્મટબંધી આરસનું જિનાલય આવેલું છે. ચાર-પાંચ પગથિયાં ચડીને મોટા લાકડાના દરવાજાની નાની જાળીવાળી બારીમાંથી પ્રવેશતાં એક વિશાળ ચોક આવે છે. ચોકની જમણી બાજુ જિનાલય છે. જિનાલયની ડાબી બાજુ સહસાવનની રચના છે અને ત્યાં પગલાંની જોડ, એક કાઉસ્સગ્ગ મુદ્રામાં મોટી પ્રતિમા, અન્ય એક પ્રતિમા, યક્ષ તથા મનુષ્યની રચના છે. એ અરિષ્ટનેમિ અને રાજુલની મૂર્તિ હોવાનો સંભવ છે. કેટલાંક પગલાં પર નામ વાંચી શકાયાં છે. તે પ્રમાણે શ્રી અમરસાગરજી, વાચક શ્રી નેમિસાગરજી તથા શ્રી મોહનષાઢાગણિનાં નામો છે. તે પૈકી એક પર સં. ૧૭૧૯નો ઉલ્લેખ છે.
'
રંગમંડપ મધ્યમ કદનો છે. તે રંગબેરંગી હાંડીઓ અને ઝુમ્મરોથી અતિ શોભે છે. રંગમંડપમાં સામસામે બે દેવકુલિકાઓ છે. ડાબી બાજુની દેવકુલિકામાં ૨૩” ઊંચાઈ ધરાવતા પાર્શ્વનાથની પ્રતિમા છે. સ્થાનિક લોકો તેને ધનવન્ત પાર્શ્વનાથ તરીકે ઓળખે છે. તેઓના જણાવ્યા અનુસાર ૧૦૮ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા થઈ હતી તેમાંથી આ દેવકુલિકામાં બે પાર્શ્વનાથ પધરાવવામાં આવ્યા છે. અહીં આઠ આરસપ્રતિમા છે જે પૈકી બે કાઉસ્સગિયા છે. વળી એક આરસનો પટ છે. તેમાં ૬૮ પ્રતિમાઓ છે. જમણી બાજુની દેવકુલિકામાં મૂળનાયક મલ્લિનાથની ૨૯”ની શ્યામ પ્રતિમા બિરાજે છે. અહીં પાંચ આરસપ્રતિમા છે. રંગમંડપમાં જમણી બાજુ દેવકુલિકા ઉપરાંત એક ગોખ છે. તેમાં પદ્માવતીદેવી છે. અન્ય એક ગોખમાં રાતા રંગના આરસના યક્ષ છે જેના પર લેખ છે. આ લેખમાં ‘સંવત ૧૫૭૨ વર્ષે મહા વિદ૨ રૌ
વંચાય છે. ડાબી બાજુ એક ગોખમાં અંબિકાદેવી છે. ઉપરાંત શત્રુંજયનો પટ પણ છે.
૧૦૩
ં ગર્ભગૃહને ત્રણ દ્વાર છે. ગર્ભગૃહની બારસાખે નૃત્યાંગનાઓનાં શિલ્પો છે. મૂળનાયક શ્રી નેમિનાથની ૪૩”ની શ્યામ રંગની પ્રતિમા ગંગા-જમની (રજત-સુવર્ણની) કલાત્મક છત્રીમાં બિરાજમાન છે. જમણે ગભારે નેમિનાથ (શંખ લાંછનથી ઓળખાયા છે) અને તેની ડાબી બાજુ સંકટચૂર પાર્શ્વનાથની સુંદર, સપરિકર, શ્યામ રંગની પ્રતિમા છે. ડાબા ગભારે આદેશ્વરની પ્રતિમા છે. ગભારામાં વીસ આરસપ્રતિમા અને પંદર ધાતુપ્રતિમા છે. ગભારામાં કોઈ પ્રતિમાને લેખ નથી.
આ જિનાલયનો જીર્ણોદ્વાર સં ૨૦૨૨, સં- ૨૦૩૦ અને સં. ૨૦૩૬માં થયો હોવાનું જાણવા મળેલ છે.
Jain Education International
ઐતિહાસિક સંદર્ભ
નેમિનાથના આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૫૭૬માં મળે છે. તે સમયે ત્રિશેરીયું વિસ્તારમાં બીજું પણ એક જિનાલય હતું પરંતુ તેના નામનો ઉલ્લેખ થયેલો નથી.
For Personal & Private Use Only
www.jainelibrary.org