________________
૧૦૨
પાટણનાં જિનાલયો
સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં તરશેરીયાની પોળમાં પણ નેમનાથ, મલ્લિનાથ, આદેશ્વરનું સંયુક્ત જિનાલય અને શાંતિનાથનું એક જિનાલય – એમ કુલ બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે :
પોલે જઈ તરસેરીયે નેમનાથ નિત્ય વંદો રે, પાસે આદિ જિનેસ મલ્લિનાથ સુખકંદો રે. ૧૩ પાટ દેહરે પરતરગચ્છ તણે, સાંતિનાથ ભગવંતો રે,
શુભ યોગઇ કરી વંદના, અશુભ કરમ કીયા અંતો રે. ૧૪ પાઠ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં આ વિસ્તારનાં જિનાલયોનો ઉલ્લેખ કલારવાડામાં આવેલા શાંતિનાથના જિનાલયની સાથે જ થયેલો છે. સંભવ છે કે તે સમયે તરશેરીયાની પોળનો વિસ્તાર કલારવાડા અંતર્ગત સમાવિષ્ટ થયેલો હોય અથવા તો સરતચૂકથી તરશેરીયાની પોળના નામનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હોય. •
વંદે શ્રી નેમિનાથે યદુકુલતિલક શાંતિ-ધર્મો ચ મલ્લિ,
વાડેશ્ચાં શાલવીનાં જિનપતિરવશાંતિ ચ કલ્લારવાડે ! સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સાળીવાડો તરશેરીયાની શેરીમાં શાંતિનાથનું શિખર વિનાનું જિનાલય દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત સાળીવાડો નેમીશ્વરની શેરીમાં નેમિનાથનું જિનાલય ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે.
સં. ૧૯૬૭માં સાલીવાડો વિસ્તાર અંતર્ગત તરશેરીયાનો પાડો એ વિસ્તારમાં નેમિનાથ, પાર્શ્વનાથ, મલ્લિનાથનું સંયુક્ત જિનાલય અને શાંતિનાથનું જિનાલય – એમ બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે.
સં. ૧૯૮૨માં તરશેરીઓ વિસ્તારમાં ૧. શાંતિનાથ, ૨. નેમિનાથ, ૩. પાર્શ્વનાથ અને ૪. મહાવીરસ્વામી – એમ ચાર જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે.
સં. ૨૦૦૮માં તરશેરીયાનો પાડો વિસ્તારમાં ૧. નેમિનાથ, પાર્શ્વનાથ, મલ્લિનાથનું સંયુક્ત જિનાલય અને ૨. શાંતિનાથનું જિનાલય – એમ બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે.
જ્યારે સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં તરશેરિયુંમાં નેમિનાથ અને શાંતિનાથ એમ બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે.
આજે ત્રિશેરીયામાં શાંતિનાથ અને નેમિનાથ – એમ બે જિનાલયો વિદ્યમાન છે. તે પૈકી નેમિનાથના જિનાલયમાં અન્ય બે અલગ અલગ ગભારામાં મલ્લિનાથ તથા પાર્શ્વનાથ મૂળનાયક તરીકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org