________________
८४
પાટણનાં જિનાલયો
મૂળનાયકની સામે નથી, બાજુમાં છે.
જિનાલયની સુંદર ડિઝાઇનવાળી ફરસ સૌ પ્રથમ ધ્યાનમાં આવે છે. રંગમંડપની ચોકીની કમાનો સાદી છે. રંગમંડપમાં બંને બાજુએ બબ્બે ગોખ છે. એક ગોખમાં મૂષકવાહનયુક્ત ગણપતિની મોટી સુંદર મૂર્તિ છે. અન્ય ગોખમાં પદ્માવતી દેવી છે. તેની સામેની દીવાલે આવેલ એક ગોખ ખાલી છે. જ્યારે અન્ય એક ગોખમાં વાહન સહિત, ફણયુક્ત પાર્શ્વયક્ષની મૂર્તિ છે. રંગમંડપમાં ગર્ભગૃહની સામેની દીવાલે કલિકુંડ તીર્થ, પાર્શ્વનાથ પ્રભુ અને મહીધર હાથીનો પ્રસંગ, કમઠ સાથેની મુલાકાતનો પ્રસંગ, કમઠનો ઉપસર્ગ તથા નિવારણ વગેરે પટ તથા પ્રસંગોનાં ચિત્રાંકનો છે. ગર્ભગૃહની બહારની દીવાલ સમેતશિખર તીર્થનો પટ છે.
ત્રણ કારયુક્ત આ ગર્ભગૃહમાં મૂળનાયક ચંપા પાર્શ્વનાથની ૨૩” ઊંચાઈ ધરાવતી પરિકરયુક્ત પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયકને લેખ નથી. ડાબે ગભારે આદેશ્વર તથા જમણે ગભારે સંભવનાથ છે. અહીં બાર આરસપ્રતિમા અને અઠાવીસ ધાતુપ્રતિમા છે. સ્થાનિક માહિતી પ્રમાણે અહીં ત્રણ આરસપ્રતિમા પરોણા રાખવામાં આવ્યા છે અને તેને ફાટીપાલ દરવાજા પાસે આવેલ બૉર્ડિંગમાં આદેશ્વરના જિનાલયમાં ધુળેટીના દિવસે લઈ જવામાં આવે છે.
અહીં ગુરુમંદિર અને દેવકુલિકા છે જયાં રંગમંડપમાંથી જ જઈ શકાય છે. દેવકુલિકામાં ૯" ઊંચાઈની પાર્શ્વનાથની શ્યામ પ્રતિમા છે. દેવકુલિકાના આગળના ભાગમાં લાકડાની જાળીવાળા કબાટમાં આ. શ્રી પ્રેમવિજયજી મહારાજની આરસમૂર્તિ છે. તપસ્વી આ પ્રેમવિજયજીએ ઉપવાસ કરેલા ત્યારે તેમના છાસઠમા ઉપવાસે ફોટો પાડેલો તે સ્વરૂપનું આ શિલ્પ છે. મૂર્તિનિર્માણ સં૧૯૮૨માં થયેલું અને સં. ૧૯૮૭માં તેની સ્થાપના થયેલી. આ જિનાલયનો જીર્ણોદ્ધાર સં. ૨૦૩૨ અને સં. ૨૦૪૨-૪૩માં થયો છે.
ઐતિહાસિક સંદર્ભ મૂળનાયક ચંપા પાર્શ્વનાથની પ્રતિમા સપ્તફણાયુક્ત છે. સપ્તફણા પાર્શ્વનાથના આ જિનાલયનો સ્પષ્ટપણે ઉલ્લેખ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં થયેલો છે.
સં. ૧૯૮૨માં પ્રકાશિત થયેલ મુનિ શ્રી કલ્યાણવિજયજી સંપાદિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ પ્રતિમા વિશે શતફણાનો ઉલ્લેખ થયેલો છે. પરંતુ છાણીના ભંડારમાંથી આ ચૈત્યપરિપાટીની એક હસ્તપ્રત ઉપલબ્ધ થાય છે. (નં. ૩૮૩) તેમાં આ પ્રતિમા વિશેની નોંધમાં પાઠભેદ મળે છે. તેનો ઉલ્લેખ સપ્તફણા તરીકે થયેલો છે. આ હસ્તપ્રતના પાના નં. પની લીટી નં. ૮-૯માં નીચે પ્રમાણેની પંક્તિઓ છે :
ગોલવાડૅ શ્રી મહાવીર | સોવન વાનિ જાસ સરીર / સાત પ્રતિમા ગુણહ ગંભીર
|શ. દોઈ શત દશ પ્રતિમા દોઈ પાસ શ્રી સપ્તફણી જિન પાસ | પૂરે મન કેરી આસ
II૮.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org