________________
૮૯
રાજનગરનાં જિનાલયો આજે પણ મોટી સંખ્યામાં શ્રાવકો આ દેરાસરમાં દર્શનનો તેમજ સેવા-પૂજાનો લાભ લે છે.
ગુજરાતનું પાટનગર અમદાવાદ ગ્રંથમાં પૃ. ૬૬૬ ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે
“પાસે જ નિશાપોળમાં જગવલ્લભપાર્શ્વનાથનું જૂનું મંદિર છે. એ મંદિર બાંધવામાં રૂઢિ ૭૫,OOO/00 ખર્ચ થયું હતું.”
ગ્રંથમાં આ નોંધ અસલ “બોમ્બે ગેઝેટીયર”માંના લખાણ ઉપરથી લેવામાં આવી છે. સંભવ છે કે ખુશાલચંદ શેઠે આદિનાથનું દેરાસર બનાવવા માટે જે ખર્ચ કર્યો હશે તે ખર્ચની વિગતના આંકડા ગેઝેટિયરમાં પ્રસિદ્ધ થયા હશે.
જગવલ્લભ પાર્શ્વનાથના દેરાસરમાં આવેલા એક લેખમાં સં. ૧૮૦૦ની સાલમાં ખુશાલચંદ શેઠે આદિનાથના બિંબની પ્રતિષ્ઠા ભટ્ટારક શ્રી કલ્યાણસાગરસૂરિના હસ્તે કરાવી હોવાનો ઉલ્લેખ છે.
શાંતિનાથ (સં. ૧૬૬૨ પહેલાં)
(નિશાપોળમાંથી દોશીવાડાની પોળમાં જવાના રસ્તા ઉપર) - નિશાપોળમાંથી દોશીવાડાની પોળમાં જવાના રસ્તે આવેલું શાંતિનાથ ભગવાનનું આ જૈન દેરાસર સામરણયુક્ત છે. આ દેરાસર ઘણું પ્રાચીન હોવાનો સંભવ છે.
સં. ૧૬૬૨માં રચાયેલી લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં નિશાપોળનો આજનો વિસ્તાર જવહિરી પોળ'ના વિસ્તાર તરીકે પ્રસિદ્ધ થયેલો છે. જવહિરી પોળમાં ચૈત્ય પરિપાટીમાં જણાવ્યા મુજબ તે સમયે મહાવીર સ્વામી ભગવાન, શાંતિનાથ, અજિતનાથ, શાંતિનાથ, શામળા પાર્શ્વનાથ, જગવલ્લભ પાર્શ્વનાથ અને આદિનાથ ભગવાનનાં દેરાસરો હોવાનો ઉલ્લેખ મળે છે. તે પૈકી શાંતિનાથ ભગવાનનાં બે દેરાસરનો ઉલ્લેખ છે, જેમાંનું એક દેરાસર સોદાગરની પોળમાં વિદ્યમાન છે. અને બીજું દેરાસર નિશાપોળનું દોશીવાડાની પોળના જવાના રસ્તા ઉપર આવેલું આ દેરાસર છે.
“જવાહિરી પોલી ચરમ જિણેશર એકસુ અગ્યાર ધન્યજી શાંતિનાથિ ભુવનિ જિન પડિમા પંચસયા પંચ ચંગજી રયણ બિંબ એક વંદુ રે ભવિયાં લાજવર્ગનઈ રંગિજી || અજિતપ્રાસાદિ શાત ઊપરિ બિ જીરણ રયણની એકજી અચિરાનંદન દેહરઈ ત્રણિસઈ ઉપર ત્રીસ વિવેકજી | સામલ પાસ સમીપિ પંચાવન એક રણની ખાસજી ભૂમીગૃહ જગવલ્લભ નાયક એકાદશ બિંબ પાસિજી | આદિનાથનઈ હરઈ એકસુ ઊપરિ આઠ કહી જઈજી.”
રા-૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org