________________
રાજનગરનાં જિનાલયો
૮૩
પૂજ્ય આચાર્ય શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી સં. ૧૯૭૫થી પાંચ પુણ્યાત્મા શ્રેષ્ઠિવર્યોએ પોતાના તરફથી પાંચે કલ્યાણકની તિથિઓ લઈ કાયમના વરઘોડા કાઢવા માટે મોટી રકમ વ્યાજે મૂકી હતી, જેથી તેના વ્યાજમાંથી ખર્ચાની કાયમી વ્યવસ્થા થઈ શકે. ભારતભરમાં આવી સર્વોત્તમ પ્રથા ક્યાંય સાંભળવામાં આવી નથી.
નામાવલી . ૧. ચ્યવન કલ્યાણકની રથયાત્રા શેઠ વાડીલાલ લલ્લુભાઈ હસ્તે ચંચળબેન તરફથી. ૨. જન્મ કલ્યાણકની રથયાત્રા શેઠ જેશીંગભાઈ કાળીદાસ શેરદલાલ તરફથી. ૩. દીક્ષા કલ્યાણકની રથયાત્રા શેઠ દલપતભાઈ મગનભાઈ હસ્તે લક્ષ્મીભાભુ તરફથી. ૪. કેવળજ્ઞાન કલ્યાણકની રથયાત્રા શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી. ૫. નિર્વાણ કલ્યાણકની રથયાત્રા શેઠ દલપતભાઈ ભગુભાઈ હસ્તે ગંગાભાભુ તરફથી. (શેઠ લાલભાઈ દલપતભાઈ).
શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવના આપણા ઉપર અસંખ્ય ઉપકારોને સંભારી દરેક ગામોના સંઘોએ અનુકરણ કરવા જેવું આ ઉત્તમોત્તમ કાર્ય છે. પાંચ કલ્યાણકોની આરાધના કરવી એ ચતુર્વિધ સંઘનું પરમ કર્તવ્ય છે.
શેખનાં પાડાનાં દેરાસરો
(સં. ૧૮૨૧ પહેલાં) રિલીફ રોડ ઉપર આવેલા શેખનાં પાડામાં ચાર દેરાસરો છે. ૧. વાસુપૂજ્ય સ્વામી સં. ૧૮૨૧ પહેલાં ૨. શીતલનાથ
સં. ૧૮૨૧ પહેલાં 3. શાંતિનાથ
સં. ૧૮૨૧ પહેલાં ૪. અજિતનાથ
સં. ૧૮૨૧ પહેલાં આ ચારેય દેરાસરોનો ઉલ્લેખ સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં આવે છે.
“નિસાલ પોળે ત્રિણ વલી શેખ પાડે ચ્યાર
ઢીગલાં પોલે શાંત્યજી દેહરુ એક ઉદાર છે.” સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ ચારેય દેરાસરોનો નીચેની પંક્તિઓમાં ઉલ્લેખ થયો છે.
“પાડે શેખને ઠાર વિહાર વાસુપૂજ્ય શીતલ જયજયકાર શાંતિનાથને અજિત જિણંદ મુખ જોતાં કર્મ નિકંદ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org