________________
રાજનગરનાં જિનાલયો
૫૧
“પાસ સામલો જગિ જાગતો દહેરાં ત્રિણ ઓલ
જલાલપુર હોય દેહરાં એક સ્ત્રાપુરની પોલ !” ઉલ્લેખ થયેલા આ ત્રણ દેરાસરો પૈકીનું એક્ર દેરાસર મહાવીર સ્વામી ભગવાનનું આ દેરાસર હોવાનો વિશેષ સંભવ છે.
સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં શામળાની પોળમાં શામળા પાર્શ્વનાથ, મહાવીર સ્વામી તથા શાંતિનાથ ભગવાન એમ ત્રણ દેરાસરોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે.
“ચામાં ચેડ્યાની પોલ પ્રધાન નાથ સંભવ ચંદ્ર સમાન
પોલિ નામે સાવલા પાસ વીર શાંતિ નમો ઉલ્લાસ !” શામળાની પોળમાં સં. ૧૬૬૨ પહેલાં પણ શામળા પાર્શ્વનાથનું તથા શાંતિનાથનું દેરાસર વિદ્યમાન હતું. અગાઉ આ વિસ્તાર ‘લટકણ શાહની પોળ'ના નામથી પ્રસિદ્ધ હતો.
શામળાની પોળનું વાતાવરણ જિનશાસનની પ્રવૃત્તિઓથી હંમેશાં ધબકતું રહ્યું છે. શામળાની પોળમાં “પાયચંદ ગચ્છનો ઉપાશ્રય” ઘણો પ્રાચીન છે.
મહાવીર સ્વામીના આ દેરાસરની નોંધપાત્ર વિશેષતા એ છે કે છેલ્લાં બાર વર્ષથી આ દેરાસરમાં દરરોજ એટલે કે ૩૬૫ દિવસ સ્નાત્રપૂજા ભણાવવામાં આવે છે.
સં. ૧૯૬૩માં પ્રસિદ્ધ થયેલી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટ બંધ દેરાસર તરીકે થયેલો છે. બંધાવનારનું નામ શેઠ લલ્લુભાઈ જમનાદાસ દર્શાવવામાં આવ્યું છે. તે સમયે આ દેરાસરમાં પગલાંની એક જોડનો ઉલ્લેખ છે.
સં. ૧૯૭૯માં પ્રગટ થયેલ “શ્રી વિવિધપૂજા સંગ્રહ” ભા૧-૨-૩-૪માં આ દેરાસરની વર્ષગાંઠ વૈશાખ વદિ બારશ દર્શાવવામાં આવેલી છે. જ્યારે વર્તમાનકાળમાં સ્થાનિક માહિતી પ્રમાણે આ દેરાસરની વર્ષગાંઠ વૈશાખ સુદ છઠ દર્શાવવામાં આવેલ છે. આ દેરાસરનો જીર્ણોદ્ધાર અગાઉ થયો હોવાનો વિશેષ સંભવ છે.
સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયેલો છે. બંધાવનાર તરીકે શ્રી સંઘનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સમયે આ દેરાસરનો વહીવટ શેઠ નરોત્તમદાસ મોકમચંદ ફુદી કરતા હતા. સં. ૨૦૦૯માં આ દેરાસરમાં ગૌતમસ્વામીની એક મૂર્તિ, છ ગુરુમૂર્તિ તથા એક સ્ફટિકની મૂર્તિનો ઉલ્લેખ થયેલો છે.
ટૂંકમાં, આ દેરાસર સં. ૧૮૨૧ પહેલાંનું હોવાનો વિશેષ સંભવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org