________________
રાજનગરનાં જિનાલયો
સ્થાનિક માહિતી પ્રમાણે-આ દેરાસરનો જીર્ણોદ્ધાર સં. ૧૯૫૦માં થયો હતો.
અને સં૰ ૧૯૫૧માં માગશર સુદ છઠને દિવસે પુનઃસ્થાપનાનો ઉત્સવ ઊજવાયો હતો. ત્યારથી આ દેરાસરની વર્ષગાંઠ માગશર સુદ-છઠના રોજ ઊજવાય છે. તે અગાઉ આ દેરાસરની વર્ષગાંઠ શ્રાવણ વદ-૯ ની હતી.
ટૂંકમાં આ દેરાસર સં ૧૮૨૧ પહેલાંના સમયનું છે.
શામળાની પોળ
શામળા પાર્શ્વનાથ (સં. ૧૬૫૩)
આ દેરાસરની સ્થાપના સં ૧૬૫૩માં થયેલી છે.
દેરાસર બે માળવાળું, છાપરાબંધી છે. ઉપરના મેડા ઉપર અમીઝરા પાર્શ્વનાથની રચના સં ૧૬૫૩ પછી થઈ હશે. અમીઝરા પાર્શ્વનાથના દેરાસરના એક ગોખમાં સં ૧૯૫૧માં અંજનશલાકા થયેલી મૂર્તિની સં. ૧૯૫૬માં સ્થાપના થયાની નોંધ છે.
શામળાજી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા ખરતર ગચ્છના આચાર્ય શ્રી જિનમાણિક્યસૂરિના હસ્તે થઈ હતી. આ દેરાસર તે સમયના પ્રસિદ્ધ દાનવીર સદા સોમજીએ સ્વદ્રવ્યથી બંધાવ્યાનો પણ ઉલ્લેખ મળે છે.
“જૈન તીર્થ સર્વ સંગ્રહ'માં પણ આ દેરાસરની સ્થાપના સં. ૧૬૫૩માં થયાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
રા-૭
શામળાની પોળનું પ્રાચીન નામ ‘લટકણ શાહની પોળ' હતું. શ્રી શામળા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા થયા પછી આ પોળનું નામ શામળાની પોળ તરીકે પ્રસિદ્ધિમાં આવ્યું હતું.
૪૯
લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં પાટક લટકણ શાહના સ્થળ સાથે શાંતિનાથ ભગવાન તથા શામળા પાર્શ્વનાથ એમ બે દેરાસરોનો ઉલ્લેખ મળે છે. આ ઉલ્લેખ ચૈત્ય પરિપાટીમાં “પાટક ગાજીપુર” (આજની રૂપાસુરચંદની પોળ)ના વાસુપૂજ્યના ચૈત્યના ઉલ્લેખ પછીના ક્રમમાં થયેલો છે.
Jain Education International
“પાટક ગાજીપુર સહીએ વાસુપૂજ્ય એકોત્તર થઇયએ લટકણ પાટશાહ રે શાંતિભુવન છઈ ચય્યાહરે ||
એકસુત્ર્યાસીય પડિમા સામજિન ધરુ મનમાં અગીઆરસઈ એક સવિ મુહુતિ રયણની એક ભલ સૂરિત ।”
For Personal & Private Use Only
www.jainelibrary.org