________________
હઠીસિંહની વાડીનું દેરાસર
હઠીસિંહનું દેરાસર હઠીસિંહ કેસરીસિંહ શેઠે બંધાવવાનું શરૂ કર્યું હતું.
શેઠ હઠીસિંહ કેસરીસિંહનો જન્મ સં. ૧૮૫૨માં થયો હતો. શેઠ હઠીસિંહ, હેમાભાઈ શેઠ અને મગનભાઈ કરમચંદ સાથે મળીને પંચતીર્થનો સંઘ લઈ જાત્રાએ નીકળ્યા હતા. રસ્તામાં રોગચાળાના ખબર મળતાં પાછા આવ્યા. સં. ૧૯૦૧માં એમણે દિલ્હી દરવાજા બહાર મોટી વાડીમાં એક ભવ્ય મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. એ મંદિર પૂરું થાય એ પહેલાં એમના માતૃશ્રી સુરજબાઈ માંદા પડ્યાં. તે સમય દરમ્યાન હઠીસિંહને હોઠે ફોલ્લી થઈ અને ફોલ્લી વકરી અને માત્ર ચાર દિવસની માંદગીથી હઠીસિંહ સં. ૧૯૦૧ના શ્રાવણ મહિનામાં મૃત્યુ પામ્યા. હઠીસિંહના મરણ પછી એક મહિને એમનાં માતા સુરજબાઈ પણ ગુજરી ગયાં.
હઠીસિંહે રાજનગરના નગરશેઠ હિમાભાઈની પુત્રી રુકમણી સાથે લગ્ન કર્યા હતાં. રુકમણી શેઠાણી આંખે અંધ થયાં. ત્યારબાદ હિમાભાઈ શેઠની બીજી પુત્રી પ્રસન્ન સાથે લગ્ન કર્યા. પ્રસન્નનું મરણ થયું, ત્યારે ઘોઘાના એક વણિકની પુત્રી હરકુંવર સાથે ત્રીજી વારનું લગ્ન કર્યું. આ હરકુંવર શેઠાણી બહુ શુકનિયાળ ગણાય કારણ કે એમના આવ્યા પછી હઠીસિંહની સમૃદ્ધિ ઘણી વધી. હરકુંવર શેઠાણીએ મંદિરનું અધૂરું કામ પૂરું કરાવ્યું.
- મંદિરના નકશાઓ શેઠાણી જાતે જોતાં હતાં. જરૂર પડે ત્યાં ફેરફાર પણ સૂચવતાં હતાં. શેઠાણીએ પોતાના સ્વર્ગસ્થ પતિની ધારણા કરતાં પણ વધારે મોટા પાયા ઉપર દેરાસરનો વિસ્તાર કર્યો. ગુજરાત-કાઠિયાવાડમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં મિસ્ત્રીઓ બોલાવ્યા. ગમે તેટલું દ્રવ્ય ખર્ચીને પણ આ કામ પૂરું કરવા શેઠાણીએ ખૂબ જ જહેમત ઉઠાવી. બે વરસમાં આ ભવ્ય મંદિરનું કામ લગભગ પૂર્ણ જ થયું. સં. ૧૯૦૩ના મહા વદ પાંચમની પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવતાં તે માટેની મહાતૈયારીઓ થઈ. દેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૯૦૩માં શ્રી શાંતિસાગરસૂરિએ કરી હતી. તેમાં મૂળનાયક તરીકે શ્રી ધર્મનાથ ભગવાન બિરાજમાન થયા.
દેશ-દેશાવરના સંઘને તથા સાધુ-સાધ્વીઓને નિમંત્રણ આપવામાં આવ્યું. બહારથી એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org