________________
રાજનગરનાં જિનાલયો
આરસપહાણની મૂર્તિઓ હતી.... કેટલીક દેરીઓમાં વચ્ચે મોટી અને આજુબાજુ એક એક નાની મૂર્તિ - એ રીતે ત્રણ મૂર્તિઓ હતી.
પ્રવેશદ્વારમાં બે કાળા આરસના સંપૂર્ણ કદના હાથીઓ હતા અને તેમાંના એક ઉપર સ્થાપકની (શાંતિદાસની) મૂર્તિ હતી. આખું દેરાસર છતવાળું હતું. અને દીવાલો માણસ અને બીજાં જીવંત પ્રાણીઓની કેટલીક આકૃતિઓથી શણગારવામાં આવી હતી. આ મસ્જિદ (દેરાસર)માં લાકડાના કઠેરાથી જુદા જુદા પાડવામાં આવેલ ત્રણ નાનાં દેરાં (ગભારા) અથવા અંધારાવાળાં (obscure) સ્થાનો સિવાય બીજું કંઈ ન હતું. આની અંદર તીર્થકરોની આરસપહાણની મૂર્તિઓ હતી અને વચલી દેરીમાં રહેલ મૂર્તિ પાસે ઝળહળતો દીપક હતો.
“અમે ત્યાં તેઓના એક પૂજારીને પણ જોયો કે જે તે સમયે ભક્તિ કરવા આવતા ભક્તોના હાથમાંથી મૂર્તિઓને શણગારવા માટે ફૂલો, કઠેરા પાસે લટકાવેલ દીવાઓ માટે તેલ (ઘી) અને ભોગ (sacrifice) માટે ઘઉં અને મીઠું લેવામાં રોકાયેલો હતો. તેણે ફૂલોને મૂર્તિઓ પાસે ગોઠવ્યાં. તેના મોં અને નાક લીનનના ટુકડા વડે ઢાંકેલા કે જેથી તેના શ્વાસની અશુદ્ધતા ઈશ્વરને અપવિત્ર ન કરે. અને દીવા પાસે આવતાં જ તે કંઈક પ્રાર્થના બોલતો અને તેના હાથ જ્યોતની ઉપર અને નીચે ફેરવતો-જાણે કે તેણે તેને (હાથને) અગ્નિમાં ધોઈ નાંખ્યા ન હોય ! અને કયારેક તેનું મોં પણ તેનાથી ઘસતો.”
ઈ. સ. ૧૮૫૮માં શ્રીયુત મગનલાલ વખતચંદ આ દેરાસર વિશે જણાવે છે
એ દહેરાનો ઘાટ તમામ હઠીસંઘના દહેરા જેવો છે પણ તફાવત એટલો જ કે હઠીસંઘનું દહેરું પશ્ચિમાભિમુખ છે ને આ દહેરું ઉત્તરાભિમુખનું છે.”
આ દેરાસરને તીર્થરૂપે લેખવામાં આવતું હતું. શ્રી શીતવિજયજી પોતાની “તીર્થમાલા” માં આ દેરાસરનું તીર્થ તરીકે વર્ણન કરે છે –
ઓસવંશે શાંતિદાસ, શ્રી ચિંતામણિ પૂજ્યા પાસ, પ્રભુ સેવાઈ ગજસંપદા દિલ્લી સરિ બહુ માન્યો સદા..” કડી ૧૫૧
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના આ ભવ્ય દેરાસરની પ્રતિષ્ઠા થયાને બે દાયકા થયા ન થયા, ત્યાં તો કમનસીબે તેનો નાશ થાય છે. મુગલ બાદશાહ શાહજહાંના હાથ નીચે ઈસ. ૧૬૪પથી ૧૬૪૬ના સમય દરમ્યાન (સં. ૧૭૦૧ થી ૧૭૦૨) ગુજરાતના સૂબા તરીકે ઔરંગઝેબ નિમાયો હતો. તે સમયનો પ્રસંગ છે.
યુવાનીના મદથી ચકચૂર બનેલા ધર્મ ઝનૂની એવા રાજકુમાર ઔરંગઝેબની નજરે એક દિવસ જૈનોનું આ ભવ્ય દેરાસર આવી ચડ્યું. આવું ભવ્ય દેરાસર બીજા ધર્મનું હોય એ હકીકત
ઔરંગઝેબથી સાંખી શકાઈ નહીં. તેણે આ દેરાસરને મસ્જિદમાં ફેરવવા માટે હુકમો કર્યા. દેરાસરની આ ભવ્ય ઈમારતને ભારે નુકસાન પહોંચાડવાની સાથે સાથે તેણે આ દેરાસરમાં એક ગાયનો વધ પણ કરાવ્યો કે જેથી ત્યારબાદ જૈનો તેનો ફરી દેરાસર તરીકે ઉપયોગ કરી શકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org