________________
૨૧૬
રાજનગરનાં જિનાલયો વસ્ત્રો, આભૂષણો, ગૃહશોભાની વસ્તુઓ, પોથીઓ અને છેક બારમી સદીની ચિત્રયુક્ત હસ્તપ્રતો વગેરે મોટી સંખ્યામાં નમૂનાઓ આ સંગ્રહાલયમાં મૂકેલા છે. તેની મુલાકાત લેનાર હર કોઈને તેમાં પ્રાચીન ભારતીય જીવન અને સંસ્કૃતિની મોહક ઝલક જોવા મળે છે.
જૂની હસ્તપ્રતો ને પુરાવસ્તુઓને સુરક્ષિત રાખીને તેના સંશોધનની વ્યવસ્થા કરવાની કસ્તુરભાઈની ભાવના આ સંસ્થા દ્વારા ઉત્તમ સ્વરૂપમાં સિદ્ધ થઈ રહી છે.
તીર્થોનો જીર્ણોદ્ધાર અને આધુનિક યુગને અનુરૂપ સંસ્થાઓની સ્થાપના કરનાર કસ્તુરભાઈ ભવિષ્યના ઇતિહાસકારને પરંપરા અને આધુનિકતાનો વિરલ સમન્વય સાધી બતાવનાર અમદાવાદની સંસ્કૃતિના સમર્થ પ્રતિનિધિરૂપ દેખાશે. (નોંધ : શ્રી કસ્તુરભાઈ વિશેની આ નોંધ પરંપરા અને પ્રગતિ’ પુસ્તક (લેખક -
ધીરુભાઈ ઠાકર)ના આધારે કરવામાં આવી છે.)
આમ, અનેક જૈન નામી અનામી શ્રેષ્ઠીઓએ રાજનગરમાં જૈન શાસનનો પ્રભાવ વધે તે માટે દાનનો અવિરત પ્રવાહ વહેવડાવ્યો છે, જે આજ દિન સુધી સતત ચાલતો રહ્યો છે. રાજનગરમાં વિક્રમના ૧૫મા સૈકાથી જૈન મંદિરોનું નિર્માણ કાર્ય સતત ચાલુ જ રહ્યું છે. રાજકીય હુમલાઓ, સાબરમતી નદીનાં પૂર, દુષ્કાળની આપત્તિઓ વગેરે વિષયમાં વિષમ પરિસ્થિતિઓમાં પણ રાજનગરમાં જૈન મંદિરોમાં ટાંકણાનું સંગીત કયારેય બંધ થયું નથી. ત્રણસોથી વધુ જૈન મંદિરોમાં ઘંટારવના મધુર સૂરોથી રાજનગરનું પ્રભાત શરૂ થાય છે. અને આરતી અને મંગલદીવાની કર્ણમધુર સૂરાવલિઓથી રાજનગરમાં સૂર્યાસ્ત થાય છે.
સમગ્ર ભારતમાં રાજનગર એક એવું નગર છે કે જ્યાં સૌથી વધુ સંખ્યામાં જૈન મંદિરોનો નાશ કરવામાં આવ્યો છે કે નાશ થયો છે. આ છતાં આજે ભારતભરમાં સૌથી વધુ સંખ્યામાં જૈન દેરાસરો રાજનગરમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org