________________
રાજનગરનાં જિનાલયો
૨૦૭
પ્રતિકૂળ સંજોગોને લીધે તે વિચાર અમલમાં મુકાયો ન હતો. ત્યારપછી રા. બરણછોડલાલ છોટાલાલ તથા સર નવરોજી પેસ્તનજી વકીલની સાથે સામેલ રહી હિંદમાં ખાણો ખોદવાની પરવાનગી માંગી હતી. પરંતુ તેની પરવાનગી નહીં મળી. આથી મિલ-ઉદ્યોગ તરફ તેમનું લક્ષ્ય ખેંચાયું. અને તે પરથી સં. ૧૯૩૨માં પાંચ લાખની થાપણથી તેમણે મિલ ઊભી કરી હતી, જે મિલ સં. ૧૯૩૪માં ચાલુ થઈ હતી.
જૈન સમાજમાં મિલ-ઉદ્યોગ શરૂ કરનાર તેઓ પ્રથમ હતા. અને તે કારણે તેમને ઘણી મુશ્કેલીઓ નડી હતી. કેટલાંક સગાં-સંબંધીઓ પણ તેમના એ વિચારથી વિરુદ્ધ હતાં. પરંતુ મનસુખભાઈ દઢતાથી પોતાના એ ધંધાને વળગી રહ્યા હતા. અને તેમાં તેમણે સારી ફતેહ મેળવી હતી. સં. ૧૯૩૭માં તેમણે એક બીજી મિલ પણ ઊભી કરી.
મિલ-ઉદ્યોગમાં લક્ષ લઈ પૈસો પેદા કરવાની સાથે તેમણે જૈન-શાસનનાં, પરોપકારનાં અને જ્ઞાતિહિતનાં પણ ઘણાં કાર્યો કર્યા. ભાવનગરમાં ઈ. સ. ૧૯૦૮માં મળેલી જૈન કૉન્ફરન્સના તેઓ પ્રમુખ ચૂંટાયા હતા. તેમણે જમાલપુરના પોતાના પિતાશ્રી ભગુભાઈના નામથી એક વિશાળ વાડી બંધાવી હતી જે “ભગુભાઈનો વંડો’ એ નામથી ઓળખાતી હતી. ઘણા વિશાળ ચોગાનવાળું તે મકાન હતું. એમાં બે ચોગાનો આવેલ હતાં. તેમાંના એક જ ચોગાનમાં આશરે દશ-હજાર માણસો એકત્રિત થઈ શકતા હતા. જૈન સમાજના અનેક પ્રસંગો આ વંડામાં ઊજવાયા છે.
તેઓ સં. ૧૯૬૯માં પ૮ વર્ષની વયે સ્વર્ગવાસી થયા.૪
મગનભાઈ કરમચંદ
(સં. ૧૮૭૯ થી સં૧૯૧૨) શેઠ મગનભાઈનો જન્મ સં. ૧૮૭૯ના વૈ. સુ. રને દિવસે થયો હતો. તેઓ દશા શ્રીમાળી જ્ઞાતિના હતા. એમના પિતા કરમચંદ લોકોમાં “કમાશા'ના નામથી પ્રસિદ્ધ હતા. મગનભાઈએ એ સમયના રિવાજ પ્રમાણે ખપ પૂરતું શિક્ષણ લીધેલું. પણ એમની બુદ્ધિ ઘણી તીક્ષ્ણ હતી. એમને વાંચવાનો ઘણો શોખ હતો. “કમાશા' મરણ પામ્યા ત્યારે મગનભાઈની ઉંમર ૧૧ વર્ષની હતી. એ સમયે પેઢીનું કામ ગુમાસ્તા ચલાવતા. પણ ઉંમરલાયક થતાં જ મગનભાઈએ પેઢીનું સઘળું કામ ઉપાડી લીધું. એમના નાના ભાઈ મોતીલાલ નાની ઉંમરે મરણ પામ્યા. પોતાની બુદ્ધિથી મગનભાઈએ ઘણું ધન મેળવ્યું. સં. ૧૮૯૯માં એમણે રંનો ૨૦ વર્ષની ઉંમરે શેઠ હઠીસિંહ અને શેઠ હિમાભાઈ સાથે મળીને પંચતીર્થોનો સંઘ કાઢ્યો હતો.
કેળવણીનું મહત્ત્વ સમજવામાં, સ્ત્રી-કેળવણીને અગ્રિમતા આપવામાં શેઠ મગનભાઈ અગ્રેસર હતા. સં ૧૯૦૭માં (ઈ. સ. ૧૮૫૦-૫૧)માં તેમણે તે સમયે રૂા. ૨૦,૦૦0/00 = (વીસ હજાર રૂપિયા) આપી કન્યાશાળા શરૂ કરાવી. એ કન્યાશાળા અમદાવાદમાં પહેલવહેલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org