________________
રાજનગરનાં જિનાલયો સમાજકલ્યાણનાં અને ધર્મનાં કાર્યોને ખ્યાલમાં રાખીને સરકારે તેમને સં. ૧૯૦૭ના આસો સુદ પાંચમને દિવસે “રાવ બહાદુર' નો ઈલ્કાબ આપ્યો હતો. હાલની કેલિકો મિલ તેમણે શરૂ કરેલી.
અમદાવાદમાં જૈનોને રહેવાની સુવિધા પૂરી પાડવા માટે તેમણે એ જમાનામાં એક ધર્મશાળા બંધાવી હતી. અમદાવાદ રેલ્વે સ્ટેશનથી સારંગપુર જવાના રસ્તા ઉપર એ ધર્મશાળા આવેલી હતી.
એમણે ઈ. સ. ૧૮૫૬-૫૭નાં અરસામાં ઘી કાંટા પાસે વિશાળ જગ્યામાં એક વાડી બંધાવી હતી. જે જૈન સમાજના ધાર્મિક ઉત્સવો-પર્વો તથા સંમેલનો વગેરે માટે એક સાંસ્કૃતિક કેન્દ્ર બની ગઈ હતી. સં૧૯૧૨માં દોશીવાડાની પોળમાં રૂા. ૬૫,૦૦૦)-ના ખર્ચે તેમણે અષ્ટાપદજીનું સુંદર કલાત્મક નવું મંદિર બંધાવ્યું. વળી તેમણે કામેશ્વરની પોળના જૈન દેરાસરનો તથા શેખના પાડાના અજિતનાથના દેરાસરજીનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આમ, ધાર્મિક, શૈક્ષણિક તેમજ ઔદ્યોગિક એમ અનેકવિધ ક્ષેત્રે તેઓએ રાજનગરના વિકાસમાં પોતાનો બહુમૂલ્ય ફાળો આપ્યો.
આ સમય દરમ્યાન જ મગનભાઈ વખતચંદે અમદાવાદના સાંસ્કૃતિક વિકાસમાં પોતાનું આગવું યોગદાન કર્યું હતું. ઈ. સ. ૧૮૫૦માં (સં. ૧૯૦૬માં) “અમદાવાદનો ઇતિહાસ' નામનો ગ્રંથ તેમણે અમદાવાદની પ્રજાને ચરણે અર્પણ કર્યો હતો. આજે પણ સમગ્ર ગુજરાતની પ્રજા તે માટે તેમની ઋણી બની રહી છે. પ્રસ્તુત ઇતિહાસના ગ્રંથમાં ખાસ તો અમદાવાદની તે સમય દરમ્યાનની (ઈ. સ. ૧૮૫૦) પોળો, લત્તાઓ તથા વિસ્તારોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં જે તે પોળોમાં આવેલ જૈન દેરાસરોની સંખ્યાનો ઉલ્લેખ તેમણે ખાસ કર્યો છે. માંડવીની પોળમાંની નાગજી ભૂદરની પોળમાં દેરાસર પાસેની હવેલી તેમનું નિવાસસ્થાન હતું. આપણા આ ગ્રંથમાં અમદાવાદનો ઇતિહાસ' ગ્રંથના સંદર્ભે ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે. વિવિધ સમયગાળા દરમ્યાન અમદાવાદના જૈન પરંપરાના ઇતિહાસમાં કેવી કેવી સાનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ તેનું ઉત્તમોત્તમ દિશાસૂચન તેમના આ ગ્રંથ દ્વારા પ્રાપ્ત થાય છે. હરકુંવર શેઠાણી તથા શેઠ શ્રી મગનભાઈ કરમચંદ દ્વારા સ્થપાયેલી બંને શાળાઓના સહમંત્રી તરીકે પણ તેઓએ સેવા આપી હતી. “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી માં સ્થાન પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ગુજરાતી હતાં. “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' તરફથી શ્રી મગનલાલે “બુદ્ધિપ્રકાશ' માસિકનું સંપાદન પણ કર્યું હતું. સં. ૧૯૦૭માં હરકુંવર શેઠાણીએ સોરઠની ઊભી યાત્રાનો સંઘ કાઢ્યો હતો તેની વિગતવાર નોંધ કરી શ્રી મગનલાલે તેનો અહેવાલ તૈયાર કર્યો હતો. અને તે સમયે તે અહેવાલ શિલાછાપમાં છપાયો પણ હતો. એ ઉપરાંત પંડિત શ્રી વીરવિજયનું સંપૂર્ણ જીવન ચરિત્ર પણ તેઓએ લખ્યું હતું. સં. ૧૯૨૪માં માત્ર ૩૮ વર્ષની નાની ઉંમરે તેઓ અવસાન પામ્યા.
અમદાવાદની પાંચ-પાંચ મશહૂર સંસ્થાઓના તેઓ પાયાના પથ્થર બન્યા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org