________________
રાજનગરનાં જિનાલયો
૧૪૩
દેરાસરોનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે મળે છે. જો કે સં૨૦૦૯માં લક્ષ્મીનારાયણની પોળને એક અલગ વિસ્તાર તરીકે દર્શાવવામાં આવી છે. આદિનાથજીના દેરાસરમાં એક સ્ફટિકની મૂર્તિનો ઉલ્લેખ થયેલો છે. તથા કુંથુનાથજીના દેરાસરમાં એક સ્ફટિકની મૂર્તિ તથા એક સોનાની મૂર્તિનો ઉલ્લેખ થયો છે.
આ બંને દેરાસર શ્રી સંઘે બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે. સં. ૨૦૦૯માં આદિનાથના દેરાસરના વહીવટદાર તરીકે શેઠ હીરાલાલ મોતીલાલનો ઉલ્લેખ મળે છે. અને કુંથુનાથજીના દેરાસરના વહીવટદાર તરીકે વકીલ મણિલાલ મોહનલાલના નામનો ઉલ્લેખ મળે છે.
આદિનાથ ભગવાનની પ્રતિમાની ઊંચાઈ ૨૧ ઇંચની છે અને પદ્માસનસ્થ છે. કુંથુનાથ ભગવાનની પ્રતિમા સુંદર પરિકર સાથે છે અને તેની ઊંચાઈ ૧૯ ઇંચની છે.
પાડા પોળ
નમિનાથ (સં. ૧૯૧૨ પહેલાં) પાડા પોળના નમિનાથના આ દેરાસરનો ઉલ્લેખ સં૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે. વળી, એમાં પાડાપોળના વિસ્તારને ચંગપોળના નામથી ઓળખાવવામાં આવ્યો છે.
ચંગ પોલ મેં નેમ સુરંગ મુખ દેખણ અમને ઉમંગ.” સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ “ચંગપોળમાં પાડાપોળ” એ મુજબનો થયેલો છે. તે સમયે આ દેરાસર શિખર વિનાનું હતું. આજે આ દેરાસર શિખરબંધી છે.
૨૧માં તીર્થકર શ્રી નમિનાથની પરિકર સાથેની પ્રતિમા આશરે એકવીસ ઇંચ ઊંચાઈની છે. દેરાસરમાં સુંદર કોતરણી છે.
ચંગપોળ ચાર રસ્તા
ખાડિયા ચાર રસ્તા
સંભવનાથ (સં. ૧૯૩૭ની આસપાસ) આ દેરાસર ઘુમ્મટબંધી છે. ચંગપોળના ઉલ્લેખ સાથે સંભવનાથના આ દેરાસરનો ઉલ્લેખ થાય છે. આરસની સુંદર કલાકૃતિવાળું આ દેરાસરનું શિલ્પવિધાને ખૂબ જ નયનરમ્ય લાગે છે.
સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈને કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org