________________
રાજનગરનાં જિનાલયો
સં. ૧૯૬૨માં અમદાવાદમાં અનેક જૈન મંદિરો વિદ્યમાન હતાં જેમની સ્થાપના તે અગાઉના બે સૈકા દરમ્યાન થયાના ઉલ્લેખો મળે છે. આ અંગેનું આધારભૂત પ્રમાણ સં. ૧૯૬૨માં રચાયેલી લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં પ્રાપ્ત થાય છે. આ ચૈત્ય પરિપાટીમાં સ્થળની દૃષ્ટિએ રાજનગરના બે સ્પષ્ટ ભાગ પાડવામાં આવ્યા હતાં :
૧. નગરની અંદર આવેલાં દેરાસરો. ૨. નગરની બહાર તથા નગરની આસપાસનાં પરાંઓમાં આવેલાં દેરાસરો.
નગરની અંદર આવેલાં મોટા ભાગનાં દેરાસરો આજે વિદ્યમાન છે. પતાસાની પોળ, દોશીવાડા, હાજા પટેલની પોળ, ટીંબલા પાડો (આજની મનસુખભાઈની પોળ), રાજા મહેતાની પોળ, કાળુશીની પોળ, ધનાસુથારની પોળ, દેવસાનો પાડો, પાંજરાપોળ, ઝવેરીવાડ, ઝવેરીવાડમાં આવેલી કોઠારી પોળ, ખેતરપાળની પોળ, ઘાંચીની પોળ, ગાજીપુર (આજની રૂપાસુરચંદની પોળ), લટકણ શાહની પોળ (આજની શામળાની પોળ) વગેરે વિસ્તારોમાં સં. ૧૬૬ર પહેલાનાં-એટલે કે આજથી ૪૦૦ વર્ષ પહેલાનાં-દેરાસરો આજે પણ વિદ્યમાન છે. જ્યારે તે સમયના અમદાવાદનાં જુદાં જુદાં પરાંઓમાં આવેલાં મોટા ભાગનાં દેરાસરો ત્યારબાદ નષ્ટ થઈ ગયાં છે. ,
ચારસો વર્ષ પહેલાંના તે સમયે અમદાવાદની આસપાસનાં પરાંઓમાં ભવ્ય જિનાલયો વિદ્યમાન હતાં. અસાઉલિમાં ભાભા પાર્શ્વનાથના દેરાસર સહિત પાંચ દેરાસરો; ઉપરાંત ઇલંપુરિ, જઈપુરિ, પ્રેમાપુર, બીબીપુર, હબદિપુર, સકંદરપુર, અહિમદપુરિ, નઝામપુર, બાધીનપુર, રક્તપુર, વાડજ, કાસમપુર, ઉસ્માનપુરા, વજીરપુર, શેખપુર, માદલપુર, કોચરબ વગેરે પરાંવિસ્તારોમાં અનેક ભવ્ય જિનાલયો વિદ્યમાન હતાં. રાજપુરમાં તે સમયે નેમિનાથ, શીતલનાથ, આદિનાથ, મહાવીરસ્વામીનાં કુલ ચાર દેરાસરો વિદ્યમાન હતાં. તે પૈકીનું કોઈ દેરાસર આજે વિદ્યમાન નથી. આવાં નષ્ટ થઈ ગયેલાં દેરાસરો અંગેની વિસ્તૃત નોંધનું એક અલગ પ્રકરણ આ ગ્રંથમાં આપવામાં આવેલું છે.
મુગલ રાજ્ય અમલ દરમ્યાન ઔરંગઝેબે અમદાવાદમાં પ્રવેશ કર્યો ત્યારબાદ અનેક જૈનમંદિરો તોડી નાંખવામાં આવ્યાં. નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ સં. ૧૬૮૨માં બંધાવેલું સરસપુરનું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર માત્ર વીસ જ વર્ષમાં ઔરંગઝેબ દ્વારા ખૂબ જ ક્રૂર રીતે તોડી નાંખવામાં આવ્યું. તે સમયે પરાં વિસ્તારનાં પણ અનેક જૈનમંદિરો તૂટી ગયાં હશે કારણ કે સં૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં પરાં વિસ્તારના એક પણ દેરાસરનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી.
નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ લાખો રૂપિયાના ખર્ચે બંધાવેલ ચિંતામણિ પાર્શ્વનાથનું ભવ્ય બાવન જિનાલય માત્ર વીસ વર્ષમાં નષ્ટ થઈ ગયું અને આજે તો એ મંદિર ચોક્કસ ક્યા સ્થળે હતું તે પણ શોધવું મુશ્કેલ થઈ પડે એમ છે !
- શ્રી સંઘે બાંધેલાં મંદિરો તોડી શકાય પરંતુ, ચતુર્વિધ સંઘની એકે એક વ્યક્તિના હૃદયમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org