________________
૮૨
સુરતનાં જિનાલયો મૂલચંદના પુત્ર કેશરીસિંગના પુત્ર હઠીસીંગે સાગરગચ્છના શ્રી શાંતિસાગરસૂરિની નિશ્રામાં ધર્મનાથની પ્રતિષ્ઠા કરાવી – તે મુજબની નોંધ સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં આ જિનાલય વિશે મળે છે.
આજે જિનાલયનો વહીવટ શ્રી પ્રવીણચંદ્ર બાબુભાઈ સરકાર, શ્રી દીપચંદ સુરચંદ ઝવેરી તથા શ્રી મહેન્દ્રભાઈ ઉત્તમચંદ ઝવેરી હસ્તક છે.
અમદાવાદ શહેરમાં દિલ્હી દરવાજા બહાર આવેલ સુપ્રસિદ્ધ હઠીસીંગના જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૯૦૩માં થઈ હતી. તે સમયે અંજનશલાકા થયેલી અન્ય પ્રતિમાઓ અમદાવાદ, સુરત વગેરે મોટા શહેરોમાં તથા અન્ય તીર્થોમાં પણ પધરાવવામાં આવ્યાના ઉલ્લેખ મળે છે. આ જિનાલયની પ્રતિમાઓ પણ તે સમયે અંજનશલાકા થયેલી હોવાનું માની શકાય. ઉપરાંત આ જિનાલયના મૂળનાયકની પ્રતિમા પરના લેખમાં સં. ૧૯૦૩ અને હઠીસીંગ શબ્દ પણ વંચાય છે.
ટૂંકમાં આ જિનાલયનો સમય સં. ૧૯૦૩ છે.
હાથીવાળા દેરાસરની ગલીમાં, ગોપીપુરા
૨૫. મનમોહન પાર્શ્વનાથ (સં. ૧૯૦૫) હાથીવાળા દેરાસરની ગલીમાં શ્રી મનમોહન પાર્શ્વનાથનું ત્રણ માળનું શિખરબંધી જિનાલય આવેલું છે. ભોંયરામાં મૂળનાયક શ્રી શાંતિનાથ તથા ઉપરના માળે - શિખરમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી છે. લક્ષ્મીબાઈના જિનાલય તરીકે પ્રસિદ્ધ આં જિનાલયની બાજુમાં ડાહી ડોસીનું શ્રી ધર્મનાથનું જિનાલય આવેલું છે. બંને જિનાલયમાં અવર જવર થઈ શકે તેવું દ્વાર છે.
જિનાલયની સ્થિતિ જીર્ણ છે. ટ્રસ્ટીશ્રીના જણાવ્યા અનુસાર નજીકના ભવિષ્યમાં જીર્ણોદ્ધારનું કાર્ય થશે.
પ્રવેશતાં ચૌદ કાઇથંભોયુક્ત છાપરાબંધ મોટી ચોરસ જગ્યા છે. મધ્યમ કદના રંગમંડપમાં પ્રવેશવાનું એક કાઇનું દ્વાર છે. ફરસ આરસની છે. પથ્થરના સ્થંભો પર વિવિધ મુદ્રામાં શિલ્પાકૃતિઓ છે. ઘુમ્મટમાં જીર્ણ શિલ્પો છે. કુલ આઠ ગોખ છે. તે પૈકી એક ગોખમાં બાઈ લક્ષ્મી તથા બાઈ હરકોરની પથ્થરની મૂર્તિ છે. બીજા ગોખમાં શેઠ ભાઈદાસ દુલ્લભદાસ તથા બાઈ લક્ષ્મીની આરસમૂર્તિ છે. અન્ય ગોખ ખાલી છે. એક સ્થંભ પર નીચે મુજબનું લખાણ
આ દેરાસર વીસા ઓસવાલ ન્યાતીના બાઈ લખમી તે શેઠ ભાઈદાસ દુલ્લભદાસની વિધવાએ બંધાવી. મુલનાયક પારસનાથ ભગવાનને બિરાજમાન કર્યા છે. સં. ૧૯૦૫ ફાગણ સુદ ૩.
ત્રણ કાષ્ઠના ગર્ભદ્વાર છે. ૨૧” ઊંચી મૂળનાયક શ્રી મનમોહન પાર્શ્વનાથની પ્રતિમા પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org