________________
સુરતનાં જિનાલયો
૫૧૯ સ્તબક (ગુજરાતી બાલાવબોધ) પશાગરીજી લક્ષ્મીશ્રીજી પઠનાર્થે લખ્યો. ૧૭૯૭ – ૧. અંના જ્ઞાનસાગરગણિએ ચાતુર્માસ દરમ્યાન અષાઢ સુદ ૬ને દિને ગોડી
પાર્શ્વનાથની સાનિધ્ય “ગુણવર્મા રાસ' ગુજરાતી પદ્યમાં રચ્યો. ૨. કા. સુ. ૩ રવિવારે શ્રી જ્ઞાનસાગરગણિને આચાર્યપદ મળ્યું, નામ
ઉદયસાગરસૂરિ રાખ્યું. ૩. માગશર સુદ ૧૩ને દિને શ્રી ઉદયસાગરસૂરિને ગચ્છનાયક પદે બિરાજમાન
કર્યા. તેઓ પ્રથમ હાલારી પટ્ટધર થયા. ૪. શ્રી વિદ્યાસાગરસૂરિ કા. સુ. ના રોજ કાળધર્મ પામ્યા. સુરતના હરિપુરામાં
ભવાનીવડ પાસેના અચલગચ્છીય ઉપાશ્રયમાં સૂરિજીની ચરણ પાદુકાઓ
સ્થાપવામાં આવી. ૧૭૯૮ – ૧. શ્રી ઉદયસાગરસૂરિની નિશ્રામાં ખુશાલ શાહે શત્રુંજયનો સંઘ કાઢ્યો. મંત્રી
ગોડીદાસ, બંધુ જીવણદાસ, ધર્મચંદ શાહ, નર-નારીઓ સંઘમાં જોડાયા.
૨. તપાઠ શ્રી જિનવિજયે સઇદપુરમાં ચોમાસું કર્યું. ૧૭૯૯ – ૧. ફાઇ સુ ૧ દિને શ્રી દેવેન્દ્રસૂરિકૃત કર્મગ્રંથ યંત્ર સહિતની પ્રતિ લખાઈ.
૨. તપાવિજયદયાસૂરિના ગચ્છમાં વિનીતસાગરના શિષ્ય ભોજસાગરે જેઠ
વદ ૧૪ ભોમવારે તપાત્ર રત્નશેખરસૂરિકૃત આચારપ્રદીપ નામના સંસ્કૃત
ગ્રંથ પર ગુજરાતીમાં બાલાવબોધ રચ્યો. ૩. તપાત વિજયદયાસૂરિએ ચોમાસું કર્યું. સુરતમાં ૧૪ ચોમાસાં કર્યા હતા. ૪. શ્રી પદ્મસુંદરે ચાતુર્માસ દરમ્યાન આસો સુદ ૧૫ રવિવારે નવવાડી પર
સઝાય રચી. ૫. શ્રી વિજયદયાસૂરિ રાજયે સૂરજમંડણ પ્રસાદે તો ઉત્તમવિજયે સંયમશ્રેણી
ગર્ભિત મહાવીર સ્તવન ટબા સહિત ૪ ઢાળની રચના વૈ. સુ. ૩ને દિને કરી. ૬, ભાણવિજય શિ. જિનવિજયે શ્રાવ ૧૦ ગુરુવારે ધનાશાલિભદ્ર રાસ
(ખંડ-૪, ઢાળ-૮૫ કડી-૨૨૫૦) રચ્યો.
૭. સત્યસાગરે વચ્છરાજ રાસ રચ્યો. ૧૮૦૨ – શ્રી જ્ઞાનવિમલસૂરિ શિ. નવિમલકૃત “અશોકચંદ્ર રોહિણી રાસ'ની પ્રતિ
આસો સુદ ૧૫ રવિવારે લખાઈ. ૧૮૦૩ - - ઋષિ રાઘવજી શિવ ઋષિ મનજીએ સુમતિહંસની સં. ૧૭૧૩માં રચેલી
વૈદર્ભી ચોપઈની પ્રત બાઈ પાંખડી પઠનાર્થે. ચાર પત્રની લખી. ૧૮૦૪– સંઘપતિ કચરા તથા રૂપચંદ શેઠનો શ્રી સિદ્ધાચલનો છ'રી પાળત સંઘ સુરત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org