________________
સુરતનાં જિનાલયો
૨૮૩
ગામ - ઉમરગામ, તાલુકો - ઉમરગામ
૪. શ્રી વાસુપૂજ્ય સ્વામી (સં. ૨૦૩૩) ઉમરગામ રેલવે સ્ટેશનથી ૭ કિમી. દૂર ગામમાં પોસ્ટ ઑફિસની સામે મેઇન રોડ પર આરસનું બનેલું શ્રી વાસુપૂજ્યસ્વામીનું શિખરબંધી જિનાલય આવેલું છે. ઉપર શિખરમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી છે. ગામમાં હાલ કુલ ૨૫ જૈન કુટુંબો વસે છે. જિનાલયની પાછળ બે માળનો શ્રાવક-શ્રાવિકાનો ઉપાશ્રય છે. તેમાં પાઠશાળા ચાલે છે. અહીં જ્ઞાનભંડાર છે જેમાં ૨૦૦થી વધુ છાપેલા ગ્રંથો છે.
સ્થાનિક માહિતી પ્રમાણે સં. ૨૦૩૩માં અહીં જિનાલય હતું જેની પ્રતિષ્ઠા શ્રી વિક્રમસૂરિ મ. સા.ની નિશ્રામાં ભગવતીબહેન તારાચંદ પૂનમીયાએ કરાવેલ. ત્યારબાદ જિનાલય શિખરબંધી બનાવી સં. ૨૦૪૫માં વૈશાખ સુદ છઠને દિને આ. શ્રી નવીનસૂરિ મ. સા.ની નિશ્રામાં ભગવતીબહેન તારાચંદ પૂનમીયા દ્વારા જ પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી.
ગુલાબી આરસના રંગમંડપમાં દીવાલો પર શત્રુંજય, પાવાપુરી, સમેતશિખર, શંખેશ્વર, ગિરનાર, આબુ, અષ્ટાપદ, વાસુપૂજ્ય સ્વામીના ત્રણ ભવ, પાંચ કલ્યાણક, મધુબિંદુનું દષ્ટાંત જેવા પટ પ્રસંગોનું ચિત્રકામ થયેલું છે. કુમારપક્ષ તથા ચંડિકાયક્ષિણીની આરસમૂર્તિઓ છે.
૨૧” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમાની આજુબાજુ પાર્શ્વનાથની આરસપ્રતિમા – એમ કુલ ત્રણ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે.
ઉપર શિખરમાં ૧૯ઊંચી મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાની ડાબી બાજુ આદેશ્વર તથા જમણી બાજુ શાંતિનાથની પ્રતિમા – એમ કુલ ત્રણ આરસપ્રતિમા છે. પ્રતિષ્ઠા સં. ૨૦૪૫માં થયેલ છે.
વૈશાખ સુદ છઠના દિને વર્ષગાંઠ નિમિત્તે જમણવાર થાય છે તથા ધજા ભગવતીબહેન તારાચંદ પૂનમીયા પરિવાર (બોરડી) દ્વારા ચડે છે. વહીવટ શ્રી જે. મૂપૂ. જૈન સંઘ – ઉમરગામ ટાઉનના ટ્રસ્ટીઓ – શ્રી ચંપકભાઈ તારાચંદ પૂનમીયા તથા શ્રી કમલેશભાઈ ચીમનલાલ શાહ હસ્તક છે. - ટૂંકમાં જિનાલય સં. ૨૦૩૩ના સમયનું છે.
GIDC, ઉમરગામ
૫. શ્રી વાસુપૂજ્ય સ્વામી (સં. ૨૦૪૫) ઉમરગામ રેલવે સ્ટેશનથી ૧ કિ. મી.ના અંતરે GIDC વિસ્તારમાં આશરે ૭૦ થી ૮૦ જૈન કુટુંબો વસે છે. અહીં શ્રી વાસુપૂજ્યસ્વામીનું ઘરદેરાસર આવેલું છે. આગળના ભાગમાં બે માળનો શ્રાવક-શ્રાવિકાનો ઉપાશ્રય શેઠ શ્રી બાબુ અમીચંદ પન્નાલાલ રીલીજીયસ ટ્રસ્ટ દ્વારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org