________________
સુરતનાં જિનાલયો
છઠ તા. ૨૬-૧-૮૧ના રોજ જીવરાજ ઘેવરચંદ છાજેડ દ્વારા થયેલ છે.
રંગમંડપમાં આ શ્રી રામચંદ્રસૂરિ તથા આ શ્રી સિદ્ધિસૂરિ મ સાની આરસની ગુરુમૂર્તિઓના ગોખ છે. ગિરનાર, નવપદજી તથા શત્રુંજય વગેરે પટ છે. ગૌતમસ્વામી તથા યક્ષ-યક્ષિણીની આરસમૂર્તિઓ છે.
૨૩” ઊંચી મૂળનાયક શ્રી સંભવનાથની પ્રતિમા મધ્યે બિરાજે છે. ડાબી બાજુ વિમલનાથ અને જમણી બાજુ ચંદ્રપ્રભુસ્વામી છે. ત્રણે પ્રતિમા પર સં ૨૦૧૮નો લેખ છે. કુલ સાત આરસપ્રતિમા તથા છ ધાતુપ્રતિમા છે.
૨૭૭
ઉપર ૨૫” ઊંચી શ્રી શાંતિનાથની આરસપ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. અહીં કુલ ત્રણ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે.
જિનાલયમાં કુલ દસ આરસપ્રતિમા તથા આઠ ધાતુપ્રતિમા છે. પોષ વદ છઠને વર્ષગાંઠના દિને જમણવાર થાય છે. ધજાનો ચડાવો બોલાય છે. જિનાલયની સ્થિતિ સારી છે. વહીવટ શ્રી વાંસદા જૈન શ્વે. મૂ૰ સંઘના ટ્રસ્ટીઓ – શ્રી માણેકલાલ જીવરાજજી ભટેવરા, શ્રી કાંતિલાલ પૂજાલાલ દેસાઈ તથા શ્રી મીનેષકુમાર શાંતિલાલ શાહ હસ્તક છે.
સ્થાનિક માહિતી પ્રમાણે વાંસદાના નગરશેઠ શ્રી જીવરાજજી વચ્છરાજજી ભટેવરાએ ઘરદેરાસરનું મકાન સંઘને અર્પણ કરેલ છે.
ઐતિહાસિક સંદર્ભ
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ઉનાઈથી ૭ માઈલ દૂર વાંસદા ગામમાં બજારમાં પાર્શ્વનાથની એક ધાતુપ્રતિમાવાળા ઘરદેરાસરનો ઉલ્લેખ છે. સં. ૧૯૭૫ લગભગમાં શ્રી સંઘે ઘરદેરાસર બંધાવ્યું હતું. વહીવટ પ્રેમચંદ ઝવેરચંદ હસ્તક હતો. સ્થિતિ સારી હતી. સં ૨૦૧૦માં ગામમાં ૧૦૦ જૈન કુટુંબો વસતાં હતાં તથા એક ઉપાશ્રય હતો.
અગાઉ પાર્શ્વનાથનું ઘરદેરાસર વિદ્યમાન હતું. તેનો સમય સં. ૧૯૭૫ આસપાસનો છે. હાલમાં વિદ્યમાન સંભવનાથના શિખરબંધી જિનાલયનો સમય સં. ૨૦૩૬નો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org