SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ તથા જમણી બાજુ શ્રી નેમનાથ બિરાજે છે. કુલ ત્રણ આસપ્રતિમા છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મઢી સ્ટેશનથી ૪ માઈલ દૂર આવેલ બાજીપુરા ગામમાં શ્રી વાસુપૂજ્યસ્વામીના શિખર વિનાના જિનાલયનો ઉલ્લેખ છે. તે સમયે કુલ છ આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા હતી. જિનાલય સં. ૧૯૩૪માં બંધાયું હતું. જિનાલયની સ્થિતિ સાધારણ હતી. સુરતનાં જિનાલયો સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં મઢીથી ૭ માઈલ દૂર આવેલ બાજીપરા ગામમાં બજારમાં શ્રી વાસુપૂજ્યસ્વામીના શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ છે. કુલ છ આરસપ્રતિમા, છ ધાતુપ્રતિમા તથા એક રજત ચોવીસીપટ હતો. જિનાલયની સ્થિતિ સારી હતી. જિનાલય સં ૧૮૦૦ લગભગમાં બંધાયુ હોવાનો તથા લેખ સં. ૧૯૨૧નો હોવાનો ઉલ્લેખ છે. વહીવટ શેઠ નેમચંદ જીવણજી હસ્તક હતો. ગામમાં એક ઉપાશ્રય તથા જૈનોની ૭૫ની વસ્તી હતી. સં. ૨૦૧૩માં જૈન ધર્મનાં યાત્રાસ્થળો ગ્રંથમાં બાજીપરા વિશે નીચે મુજબ નોંધ છે : ‘ટીવી રેલવેના વ્યારા સ્ટેશનથી મહુવા જતી બસ સર્વિસમાં આ ગામ આવે છે. શ્રી વાસુપૂજ્યસ્વામીનું રમણિય દેરાસર છે.’ વૈશાખ વદ એકમની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે. શ્રી છગનલાલ લાલચંદ શાહ પરિવાર દ્વારા પરંપરાગત રીતે ધજા ચડે છે. વહીવટ શ્રી શ્વે. મૂ. પૂ જૈન સંઘ-બાજીપુરાના ટ્રસ્ટીઓ શ્રી અનિલકુમાર ચુનીલાલ શાહ, શ્રી મહેન્દ્રભાઈ છગનલાલ શાહ તથા શ્રી રાજેશકુમાર નાથાલાલ શાહ હસ્તક છે. શત્રુંજયનો કાપડનો પટ છે જે દેવદિવાળીએ દર્શનાર્થે મુકાય છે. જિનાલયની સ્થિતિ સારી છે. જૈન શ્વેતાંબર ડિરેક્ટરીના આધારે આ જિનાલયનો સમય સં. ૧૯૩૪નો છે. ગામ - વાલોડ, તાલુકો - વાલોડ ૩૭. શ્રી પાર્શ્વનાથ (સં. ૧૯૧૨) ' સુરત શહેરથી ૫૫ કિ મી તથા બારડોલીથી ૧૭ કિ મી દૂર વાલોડ ગામમાં હાલ ૨૫ જૈનકુટુંબો વસે છે. શ્રાવક-શ્રાવિકાનો એક ઉપાશ્રય છે. તેમાં પાઠશાળા ચાલે છે. હાલ મેઇન રોડ, બજારમાં આરસ તથા સાદા પથ્થરનું બનેલું શ્રી પાર્શ્વનાથનું શિખરબંધી જિનાલય છે. આજે દક્ષિણાભિમુખ જિનાલય છે. જમણી બાજુ માણિભદ્રવીરનું સ્થાનક છે. પાંચેક પગથિયાં ચડતાં શૃંગારચોકી આવે જેમાં આજુબાજુ બેઠક છે. મુખ્ય પ્રવેશદ્વારની બારસાખ મધ્યે સૂરજ અને આજુબાજુ સિંહનાં શિલ્પો છે. શિલાલેખ છે. રંગમંડપમાં જમણી બાજુ ગોખમાં સરસ્વતીદેવીની આરસમૂર્તિ છે તથા ડાબી બાજુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy