SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૨૩૧ ગામ - અરેઠ, તાલુકો - માંડવી ૩૦. શ્રી વાસુપૂજ્ય સ્વામી (ઘરદેરાસર) (સં. ૨૦૩૪) માંડવી તાલુકાના અરેઠ ગામમાં શ્રી મોહનલાલ ભાઈચંદ શાહ પરિવારનું ઘરદેરાસર આવેલું છે. મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી છે. સ્થાનિક માહિતી પ્રમાણે પ્રતિમાજી બારડોલી ગામના જિનાલયમાંથી લાવીને અત્રે સં. ૨૦૩૪માં મહા સુદ દશમના રોજ બિરાજમાન કરેલ છે. પ્રતિષ્ઠા વિધિકારક શ્રી બિપીનભાઈ ખીમચંદ ઝવેરી, સુરત હસ્તે થયેલ છે. કુલ બે ધાતુપ્રતિમા છે. બન્ને પ્રતિમા પ” ઊંચાઈની છે. ગામ - તડકેશ્વર, તાલુકો - માંડવી ૩૧. શ્રી શાંતિનાથ (સં. ૧૯૯૧ આસપાસ) માંડવી તાલુકાથી ૩૦ કિ. મી.ના અંતરે તથા કીમ સ્ટેશનથી ૧૫ કિ. મી.ના અંતરે સુરતથી આશરે ૫૫ કિ. મી.ના અંતરે) આવેલ તડકેશ્વર ગામમાં હાલ ૧૧ જૈન કુટુંબો વસે છે. છેલ્લાં ૫૦ વર્ષમાં ગામમાંથી એક વ્યક્તિએ દીક્ષા લીધેલ છે. સાધુ-સાધ્વી મસા.નું વિહારનું ક્ષેત્ર છે. ટેકરા પર તળાવથી નજીક આરસનું શ્રી શાંતિનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. પ્રવેશદ્વાર પાસે આપણી જમણી બાજુ શ્રી લાભસૂરીશ્વર મસા.ના પગલાં તથા ડાબી બાજુ શ્રી કમલસૂરીશ્વર મસા.ના આરસનાં પગલાંની જોડ છે. તેની પ્રતિષ્ઠા સં. ૨૦૦૨માં જેઠ સુદ અગિયારશ થયેલ છે. જમણી બાજુમાં શ્રી ઘંટાકર્ણવીરની દેરીની પ્રતિષ્ઠા સં. ૨૦૦૪માં આસો સુદ સાતમ થયેલ છે તથા ડાબી બાજુમાં શ્રી માણિભદ્રવીરની દેરીની પ્રતિષ્ઠા સંત ૨૦૩૪માં વૈશાખ વદ સાતમ થયેલ છે. ઉપરોક્ત સ્થાનકો પશ્ચિમાભિમુખ છે. જિનાલય પૂર્વાભિમુખ છે. બાજુમાં જ ઉપાશ્રય છે. ત્રણ પ્રવેશદ્વાર છે. રંગમંડપમાં ગૌતમસ્વામી સૂરિયંત્ર પટ, નવપદજી, શત્રુંજય અને ગિરનારના પટ છે. કૌલીમંડપમાં સામ-સામે ગોખમાં ગરુડધ્યક્ષ અને નિર્વાણીયક્ષિણીની આરસમૂર્તિઓ છે. ૧૭” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની પ્રતિમા સહિત કુલ ત્રણ આરસપ્રતિમા તથા આઠ ધાતુપ્રતિમા છે. ઉપર શિખરમાં શ્રી પાર્શ્વનાથની ૧૩” ઊંચી પ્રતિમા સહિત કુલ ત્રણ આરસપ્રતિમા છે. સં. ૨૦૦૨માં જેઠ સુદ અગિયારશના રોજ આઠ શ્રી લાભસૂરીશ્વર મસા.ની નિશ્રામાં શા. હીરાચંદ ચેલાજી પરિવાર દ્વારા અને ત્યારબાદ સં. ૨૦૩૪માં વૈશાખ વદ ૭ના રોજ શ્રી પદ્મસાગરજી મ. સા.ની નિશ્રામાં શા. ગુલાબચંદ કસ્તુરચંદ પરિવાર દ્વારા પુનઃ પ્રતિષ્ઠા થયેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy