________________
૨૨૧
સુરતનાં જિનાલયો
ગામ - બારડોલી, તાલુકો - બારડોલી
૨૦. શ્રી પાર્શ્વનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૪૩) બારડોલી, તેન રોડ સ્ટેશન સામે શ્રી મહેન્દ્રભાઈ દેવચંદ શાહ પરિવારનું શ્રી પાર્શ્વનાથનું ઘરદેરાસર આવેલું છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૪૩માં વૈશાખ સુદ પને દિને પૂઆ. શ્રી ભુવનભાનુસૂરિજીની નિશ્રામાં થયેલ છે. ૧૧” ઊંચી મૂળનાયક શ્રી પાર્શ્વનાથની આરસપ્રતિમા તથા એક ધાતુપ્રતિમા છે.
ગામ - બારડોલી, તાલુકો - બારડોલી
૨૧. શ્રી પાર્શ્વનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૫૦) બારડોલી ગામમાં હીરાચંદનગરમાં સાંઈદર્શન નામના બંગલામાં શ્રી નીતિનકુમાર વાડીલાલ શાહ પરિવારનું શ્રી પાર્શ્વનાથનું ઘરદેરાસર આવેલું છે.
મૂળનાયક શ્રી પાર્શ્વનાથની ધાતુપ્રતિમાની ચલપ્રતિષ્ઠા સં. ૨૦૫૦ની ફાગણ સુદ ૧૧ને દિને આ. શ્રી રામચંદ્રસૂરિ મ. સા.ના શિષ્ય પૂ. મુક્તિચંદ્રસૂરિના શિષ્ય પૂ. આ. શ્રી અમરગુપ્તવિજયજીના શિષ્ય પૂ. શ્રી ચંદ્રગુપ્તવિજયજીની નિશ્રામાં થઈ હતી. ત્યારબાદ થોડા સમયમાં જ શ્રી નીતિનભાઈ વાપીથી બારડોલી રહેવા આવી જતાં ઘરદેરાસર બારડોલીમાં સં. ૨૦૫૦માં જેઠ સુદ છઠને દિને સ્થળાંતર કર્યું. અહીં કુલ ત્રણ ધાતુપ્રતિમા છે.
જૂની વર્ષગાંઠ ફાગણ સુદ અગિયારશ અને નવી વર્ષગાંઠ જેઠ વદ છઠની છે.
: ગામ - બારડોલી, તાલુકો - બારડોલી
૨૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી (ઘરદેરાસર) (સં. ૨૦૪૩) બારડોલીમાં ઉપલી બજારે શ્રી માણેકચંદ લલ્લુભાઈ શાહ પરિવારનું શ્રી વાસુપૂજ્યસ્વામીનું ઘરદેરાસર છે. પહેલા માળે ત્રીજા ઓરડામાં છે.
પ્રતિષ્ઠા સં૨૦૪૩માં વૈશાખ સુદ ત્રીજના રોજ આ૦ શ્રી ચંદ્રોદયસૂરિ મ. સા. તથા પ. ચંદ્રજિતવિજયજી મ. સા.ની નિશ્રામાં કરવામાં આવેલ છે.
૯” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે. અઢાર અભિષેક કરેલા આરસના સિદ્ધચક્રજી દીવાલે સ્થાપિત કરેલ છે. તેની આજુબાજુ અઢાર અભિષેકવાળી – જમણી બાજુ સીમંધરસ્વામી, પાર્શ્વનાથ તથા ડાબી બાજુ ગૌતમસ્વામી, મહાવીરસ્વામીની આરસપ્રતિમા દીવાલે ફિટ કરેલ છે જેની વાસક્ષેપ પૂજા થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org