________________
સુરતનાં જિનાલયો
બારડોલી, તાલુકો - બારડોલી ૧૮. શ્રી કુંથુનાથ (સં. ૨૦૨૫)
બારડોલી શહેરમાં સ્ટેશન રોડ પર આવેલ હીરાચંદનગરમાં સાદા પથ્થર તથા આરસનું બનેલું શ્રી કુંથુનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે.
ગામ
૨૧૯
જિનાલયની પ્રથમ પ્રતિષ્ઠા તથા પુનઃ પ્રતિષ્ઠા અંગેના શિલાલેખ પરથી પ્રતિમાની પ્રાચીનતાનો ખ્યાલ આવે છે. આ લેખ નીચે મુજબ છે :
શ્રી કુંથુનાથાય નમઃ
શ્રી ગૌતમસ્વામિને નમઃ
પ્રથમ પ્રતિષ્ઠા પ્રશસ્તિ
વિ સં. ૧૪૬૪માં રાજસ્થાન ગાંગાણી તીર્થે પૂ॰ આ ભ સોમસુંદરસૂરીશ્વરજી મ સાના હસ્તે અંજનશલાકા પ્રાણપ્રતિષ્ઠિત, પ્રગટપ્રભાવી મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનની આબુ-દેલવાડાથી પ્રાપ્તિ થઈ. શ્રી ચંદ્રપ્રભસ્વામિ વિ૰ સં. ૧૪૬૪ તથા શ્રી ઋષભદેવ વિ. સં. ૧૬૫૬ પિંડવાડા પાસે અજારી તીર્થથી પ્રાપ્ત થયેલ છે. જેમને બારડોલી સ્ટેશન સામે સ્વતંત્ર મકાનનમાં પહેલે માળે પૂ. આ ભ૰ શ્રીમદ્ કસ્તુરસૂરીશ્વરજી મ૰ સાની નિશ્રામાં, પૂ॰ ઉપાધ્યાય શ્રી ચંદ્રોદયવિજયજી ગણિ મ૰ સાની પ્રેરણાથી મહામહોત્સવપૂર્વક સંવત ૨૦૨૫ વી૨સંવત ૨૪૯૫ વૈશાખ વદ છઠ બુધવાર તા૰ ૭-૫-૧૯૬૮ પ્રતિષ્ઠિત કર્યા હતા.
વિ સં ૨૦૨૬માં શીવ-મુંબઈ મધ્ય, યોગનિષ્ઠ પૂ॰ આ ભ૰ શ્રીમદ્ કૈલાસસાગર સૂરીશ્વરજી મ સાના હસ્તે અંજનશલાકા પ્રાણપ્રતિષ્ઠિત મહાપ્રભાવક શ્રી ધરણેન્દ્રપદ્માવતી પૂજિત શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ તથા વિ.સં. ૨૦૧૧માં પૂ॰ આ ભ૰ શ્રીમદ્ સિદ્ધિસૂરીશ્વરજી મ સા૰ (પૂર્વ બાપજી મ સા૰) હસ્તે અંજનશલાકા પ્રાણપ્રતિષ્ઠિત, શ્રી સુમતિનાથ, શ્રી મલ્લિનાથ ભૂજપૂર કચ્છથી પ્રાપ્ત થયા. જેમને વિ૰ સં ૨૦૨૭ જેઠ સુદ બીજનાં બીજે મજલે પૂ મુનિ શ્રી ક્ષમાસાગરજી મ૰ સાની નિશ્રામાં પ્રતિષ્ઠિત કર્યા હતા.
પ્રશસ્તિ ૨ શ્રી કુંથુનાથાય નમઃ
સ્વસ્તિ શ્રી સરદારબાગ શ્વે. મૂ॰ જૈન સંઘ, સરદારબાગ બારડોલી મધ્યે વિ સં. ૨૦૨૫થી પ્રતિષ્ઠિત પ્રગટ પ્રભાવી મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાન, શ્રી ચંદ્રપ્રભસ્વામિ તથા શ્રી ઋષભદેવનાં પ્રાચીન જિનબિંબો મહાપ્રભાવક ધરણેન્દ્ર-પદ્માવતી પૂજિત શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ, શ્રી સુમતિનાથ, શ્રી મલ્લિનાથ તથા શ્રી મહાવીરસ્વામીને શિખરબંધી જિનાલયે ગાદીનશીન કરવા આ ભવ્ય જિનપ્રાસાદ તૈયા૨ કરાવ્યો છે.
Jain Education International
સુવિશુદ્ધ સંયમમૂર્તિ પૂર્વ આ ભ શ્રીમદ વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સાના પટ્ટધર ન્યાયવિશારદ પૂ આ. ભ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ સાની નિશ્રામાં પૂ॰ પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ૰ સાની પ્રેરણાથી મહામહોત્સવપૂર્વક વિ સં. ૨૦૪૩ વીરસંવત ૨૫૧૩ પોષ વદ ૩ રવિવાર તા. ૧૮-૧-૧૯૮૭ સવારે ૯:૪૧ સમયે ઉપરોક્ત જિનબિંબોને પ્રતિષ્ઠિત કર્યા છે. નૂતન જિનબિંબો, શ્રી સીમંધરસ્વામિ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ તથા શ્રી ગૌતમસ્વામિની અંજનશલાકા પ્રાણપ્રતિષ્ઠા પૂ આભ શ્રીમદ્ વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મ સા તથા પૂ આ.ભ. શ્રીમદ્ વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ સાના હસ્તે ભાયખાલા-મુંબઈ મધ્યે વિ૰ સં. ૨૦૪૩ માગશર સુદ ત્રીજ ગુરુવાર ૪-૧૨-૧૯૮૬નાં રોજ થયેલ છે.
જિનાલયમાં પ્રવેશતાં જમણી બાજુ એક દેરી છે. તેમાં સં ૨૦૪૭ને જેઠ સુદ બીજના
For Personal & Private Use Only
www.jainelibrary.org