________________
૧૯૬
સુરતનાં જિનાલયો
કલાવતીબેન ભોગીલાલ શ્રોફ તથા રમીલાબહેન જયંતિલાલ કાપડિયા પરિવાર દ્વારા કરવામાં આવી છે. જિનાલય સાદું છે. એક પ્રવેશદ્વાર તથા ત્રણ ગર્ભદ્વાર છે. રંગમંડપમાં માણિભદ્રવીર તથા ગૌતમસ્વામીની આરસમૂર્તિઓના ગોખ છે. ગભારામાં કુલ ત્રણ આરસ-પ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે.
આજે જિનાલયનો વહીવટ શ્રી શાસ્ત્રીનગર શ્વે. મૂ જૈન સંઘના ટ્રસ્ટીઓ – શ્રી નંદલાલ ગભરૂભાઈ શાહ, શ્રી નવીનચંદ્ર શીવલાલ પારેખ તથા શ્રી અરવિંદભાઈ હિંમતલાલ શાહ હસ્તક છે.
અંબર કૉલોની, હિરનગર, ઉધના
૧૨૯. આદેશ્વર (સં. ૨૦૫૨)
ઉધના હરિનગરમાં આવેલ અંબરકૉલોનીમાં ઉપાશ્રયના ઉપરના માળે શ્રી આદેશ્વરનું જિનાલય આવેલું છે.
પ્રતિષ્ઠા સં ૨૦૫૨ના માગશર વદ ૧ના દિને શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સાની નિશ્રામાં કરવામાં આવી છે. ઉપાશ્રયના ઉપરના માળે મોટો ચોરસ રૂમ છે. તેમાં નાના ઘુમ્મટયુક્ત ગભારાની રચના છે. ૧૫” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની આરસપ્રતિમા સહિત કુલ ત્રણ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે. આ ત્રણેય પ્રતિમા ભરૂચ તીર્થથી લાવવામાં
આવેલ છે. નાકોડા ભૈરવ તથા ગૌતમસ્વામીના ગોખ છે.
મૂળનાયક શ્રી આદેશ્વરની પ્રતિમા પરનો લેખ ઘસાઈ ગયો છે. ફાગણ સુદી ૫ મુજબનું ત્રુટક લખાણ વાંચી શકાય છે. તેની જમણી બાજુ બિરાજમાન શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા પર ‘સં. ૧૮૫૬ વૈ સુ ૬....' – મુજબનો લેખ છે તથા ડાબી બાજુ બિરાજમાન શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનો લેખ ઘસાઈ ગયો હોવાથી વાંચી શકાતો નથી.
ઉધના, ઉદ્યોગનગર
૧૩૦. વાસુપૂજ્યસ્વામી (સં. ૨૦૫૪)
ઉધના, ઉદ્યોગનગર એમ જી રોડ નં ૧૨ પ૨ ગાયત્રી સિનેમા પાસે આરસનું બનેલું શ્રી વાસુપૂજ્યસ્વામીનું શિખરબંધી જિનાલય આવેલું છે.
પૂર્વે સં ૨૦૩૭ ફાગણ સુદ ૩ થી સં ૨૦૫૩ જેઠ વદ ૧૨ સુધી શ્રી છોટાલાલ મોહનલાલની ફૅક્ટરીના ઘરદેરાસરમાં પ્રતિમા બિરાજમાન હતી. ત્યારબાદ નૂતન શિખરબંધી જિનાલય બનાવી તેમાં સં ૨૦૫૪માં માગશર સુદ ૯ના દિને શ્રી વાસુપૂજ્યસ્વામીની પ્રતિષ્ઠા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org