________________
સુરતનાં જિનાલયો
૧૬૯
સપરિવાર આરસની ઘુમ્મટયુક્ત છત્રીમાં બિરાજમાન છે. વૈશાખ સુદ ૧૦ને દિને છત્રી પર ધજા ચડે છે.
દીપમંગલ સોસાયટી, અઠવાલાઇન્સ
૮૯. વિમલનાથ (સં. ૨૦૪૯)
અઠવાલાઇન્સ, ઉમરા પોલીસ સ્ટેશનની સામે દીપમંગલ સોસાયટીમાં પ્રવેશતાં સન્મુખ આરસનું બનેલું શ્રી વિમલનાથનું જિનાલય આવેલું છે. નીચે ઉપાશ્રય તથા ઉપ૨ જિનાલયની રચના છે.
જિનાલયના દાદર પાસે એક લેખ છે જે નીચે મુજબ છે :
શ્રી જીત-હીર-નક-દેવેન્દ્ર-કંચન-કલાપૂર્ણસૂરિ સદ્ગુરુભ્યો નમઃ । દીપમંગલ સોસાયટી શ્રી વિમલ જિનપ્રાસાદ
શ્રી દીપમંગલ સોસયટી ચેરીટેબલ ટ્રસ્ટ નિર્મિત આ જિનાલયમાં મૂળનાયક શ્રી વિમલનાથ આદિ પાંચ જિનબિંબોની પ્રતિષ્ઠા વિ૰ સં. ૨૦૪૯ માગશર સુદ ૧૦ શુક્રવાર તા. ૪-૧૨-૧૯૯૨ના શુભ દિવસે મંગલ મુહૂર્તે પરમ ભાવોલ્લાસ સાથે થયેલ છે.
પાવન નિશ્રા
સુવિશુદ્ધ સંયમી પૂ આ શ્રી વિજયકનકસૂરીશ્વરજી મ. સાના પ્રશિષ્યરત્ન અધ્યાત્મયોગી પૂ આ શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ. સાહેબ આદિ વિશાળ સ૰ પરિવાર
પ્રતિષ્ઠાનો લાભ શ્રીમતી ધાપુબહેન મફતલાલ માસ્તર પરિવારે લીધો હતો.
કાષ્ઠનું એક પ્રવેશદ્વાર છે. આજુબાજુ બારીઓ છે. રંગમંડપ સાદો, સુંદર અને મધ્યમ કદનો છે. સ્વચ્છતા ઊડીને આંખે વળગે તેવી છે. સિદ્ધચક્ર, ગિરનાર, શત્રુંજય, વીસ સ્થાનક યંત્ર વગેરે રંગકામયુક્ત નાના પટ છે.
ગભારો નાનો છે. ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી જગ્યા છે. ૧૭” ઊંચી મૂળનાયક શ્રી વિમલનાથની અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત પ્રતિમા પર નીચે મુજબ લેખ છે :
‘નેમિ સં૰ ૪૩ વર્ષે માઘ ધવલ પંચમ્યા સ્વસ્તિ શ્રી વિમલનાથ જિનબિંબ સૂર્યપૂરે આઠવા લાઇન્સ વિભાગે શ્રી દીપમંગલ સોસા ટ્રસ્ટ નવરંગપુરામંડલ શ્રી મુનિસુવ્રત રીલીજીયસ ટ્રસ્ટે તિ નામના જૈન શ્રી સંઘેન શ્રી સંઘ શ્રેયસે કા પ્ર૰ ચ મુનિ અજીતચંદ્ર
'
મૂળનાયક સપરિવાર શિખરયુક્ત આરસની છત્રીમાં બિરાજે છે. આ છત્રીના શિખર પર ધજા ચડાવાય છે. કુલ પાંચ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે. જમણે ગભારે શ્રી શીતલનાથ તથા ડાબે ગભારે શ્રી આદેશ્વર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org