________________
૧૬૫
સુરતનાં જિનાલયો
કરી દર્શન વરી સુખ દુઃખ હરો. નાભિ. ૬ શેર – નગરશેઠ નામે શાંતિદાસે, જે ભરાવલ તિગડુ;
શ્રી આદિ-અર-સુવ્રત તણું, મોહી રહ્યું જગ ચિતડું
ભાવે ભક્તિ સુધારસ પાન કરો. નાભિ૭ શેર – વળી સંપ્રતિરાજા તણું, જિનબિંબ યુગલ શોભતું; શુભકાંતિથી દર્શન થકી, આનંદ મંગલ અર્પતુ
સેવી આનંદ મંગલ રંગે વરો. નાભિ. ૮ શેર – ખુબ ઠાઠથી પ્રભુ ભક્તિ પૂજા, સ્વામિવત્સલ થાય છે;
પ્રતિ વર્ષમાં ઉમંગથી, વાર્ષિક દિન ઉજવાય છે
ગાઈ જિનગુણ નિજગુણ- લક્ષ્મી વરો; નાભિ, ૯ શેર – સ્થાનિક સંઘે ઊજવ્યો, ઓગણીસસો ચોરાણુમાં,
વાર્ષિક ઉત્સવ રંગથી, પ્રભુ ભક્તિ કેરા તાનામાં;
. પ્રભુ ભક્તિ કરી ભવિ મુક્ત વરો. નાભિ. ૧૦ શેર – વાદિ-કરિ-કુલ-કેસરિ, લાવણ્યસૂરીશ્વરજીએ; મહોત્સવ પ્રસંગે ભાગ લીધો, જયન્ત-દક્ષ-સુશીલ એ.
ભવ? જિન ઉત્સવશું રંગ ધરો. નાભિ ૧૧ શેર – શ્રી આદિ જિન મૂર્તિ તરી, સંસાર સાગર તારતી; વીતરાગ ભાવ બતાવતી, શાંતિ સુધા પીવરાવતી.
એવી મૂર્તિ સેવી શિવશર્મ વરો. નાભિ. ૧૨ શેર – જસ મૂર્તિ ઇચ્છિત વસ્તુને, ચિંતામણી પરે પૂરતી; અજ્ઞાન ઘન તમ પડલને, રવિ કાંતિ સમ જે ચૂરતી
એવા સુરેંદ્ર સેવિત સ્વામી કરો. નાભિ. ૧૩ શેર – આદિ નરેશ્વર તે પ્રભુ, આદિ મુનીશ્વર છે સહી;
આદિ જિનેશ્વર જે વિભુ, છે આદિ તીર્થપતિ મહી
યુગા-દીશ શરણ પુણ્યવંત ધરો. નાભિ. ૧૪ શેર – તપગચ્છનાયક નેમિસૂરિ-રાય પટ્ટપ્રભાકરો; શ્રીમદ્વિજય લાવણ્યસૂરિ-પાદ પંકજ મધુકરો.
કહે દક્ષવિજય ભજો આદીશ્વરો. નાભિ. ૧૫ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી જિનાલય તરીકે થયો છે. તે સમયે કુલ પાંચ આરસપ્રતિમા, બાર ધાતુપ્રતિમા તથા શેઠ-શેઠાણીની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org