________________
૧૫૪
ગોળશેરી, મહીધરપુરા
૭૨. ગોડી પાર્શ્વનાથ (સં. ૧૯૪૮)
મહીધરપુરા, ગલેમંદિર રોડ પર આવેલ ગોળ શેરીમાં શ્રી ગોડી પાર્શ્વનાથનું બે માળનું ઘુમ્મટયુક્ત જિનાલય છે. ઉપરના માળે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ છે.
જિનાલયના બાહ્ય ભાગમાં ફૂલોની ડિઝાઇનવાળી ટાઇલ્સ તથા કાષ્ઠની બારીક કોતરણી છે. એક પ્રવેશદ્વાર અને આજુબાજુ બારી છે. પ્રવેશતાં સામે ત્રણ દ્વાર છે.
સુરતનાં જિનાલયો
મધ્યમ કદના રંગમંડપમાં પદ્માવતીદેવી, પાર્શ્વયક્ષ તથા મહાલક્ષ્મીદેવીની આરસમૂર્તિઓના ગોખ છે. અન્ય બે ગોખમાં ત્રણ-ત્રણ મળીને કુલ છ આરસપ્રતિમા છે.
ગર્ભદ્વાર ત્રણ છે. ૧૫” ઊંચી મૂળનાયક શ્રી ગોડી પાર્શ્વનાથની પ્રતિમા રજતછત્રીમાં બિરાજમાન છે. ડાબે ગભારે શાંતિનાથ તથા જમણે ગભારે અજિતનાથ છે. કુલ દસ આરસપ્રતિમા તથા વીસ ધાતુપ્રતિમા છે. ગૌતમસ્વામીની આરસમૂર્તિ છે.
ઉપરના માળે નાની રૂમમાં ૧૧' ઊંચી મૂળનાયક શ્રી પાર્શ્વનાથની પ્રતિમા કાષ્ઠકોતરણીયુક્ત છત્રીમાં બિરાજે છે. ડાબી બાજુ ચંદ્રપ્રભુ તથા જમણી બાજુ શ્રી શીતલનાથ છે. કુલ ચાર આરસપ્રતિમા છે.
ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ગોળશેરીમાં દર્શાવેલ ગોડી પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. કુલ ઓગણીસ આરસપ્રતિમા તથા વીસ ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં ગોળશેરી વિસ્તારમાં શ્રી સુપાર્શ્વનાથ તથા શ્રી આદેશ્વર – એમ બે જિનાલયોનો ઉલ્લેખ છે જે આજે છાપરીયા શેરીમાં છે. ગોડી પાર્શ્વનાથના આ જિનાલયનો ઉલ્લેખ નવાપરા કુંભારવાડા વિસ્તારમાં થયો છે. આ વિસ્તારમાં અન્ય એક જિનાલય શ્રી ચંદ્રપ્રભુનું જિનાલય પણ વિદ્યમાન હોવાની નોંધ છે જે આજે ગોળશેરી વિસ્તારમાં છે.
-
સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં ગોળશેરી વિસ્તારમાં શ્રી ચંદ્રપ્રભુ અને શ્રી ગોડી પાર્શ્વનાથ – એમ બે જિનાલયોનો ઉલ્લેખ થયો છે.
Jain Education International
સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલયની પ્રથમ પ્રતિષ્ઠા સં. ૧૯૪૮માં તથા જીર્ણોદ્ધાર પછી સં. ૧૯૮૩ના મહા સુદ છઠે પુનઃ પ્રતિષ્ઠા થયાની નોંધ છે. પ્રતિષ્ઠાનો લાભ શેઠ ચુનીલાલ બાબુભાઈ તથા શેઠ મગનલાલ રણછોડદાસે લીધો હોવાનો નિર્દેશ છે. વહીવટ શેઠ ચુનીલાલ બાબુભાઈ હસ્તક હતો.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો
For Personal & Private Use Only
www.jalnelibrary.org