SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ સુરતનાં જિનાલયો ધાતુપ્રતિમા તથા ત્રણ રત્નની પ્રતિમા વિદ્યમાન હતી. જિનાલયની સ્થિતિ સારી દર્શાવી હતી. સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં સુરતનાં જિનાલયોની યાદીમાં આ જિનાલયનો ઉલ્લેખ ગોલશેરીમાં થયેલો છે જે આજે છાપરીયા શેરીમાં છે. જ્યારે છાપરીયા શેરીમાં શીતલનાથના જિનાલયનો ઉલ્લેખ થયો છે જે આજે હરિપુરા વિસ્તારમાં છે. સં. ૧૯૮૪માં સુરતની જેન ડિરેક્ટરીમાં છાપરીયા શેરી વિસ્તારમાં આ જિનાલયનો ઉલ્લેખ છે. સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલયના મૂળનાયકની બેઠક નીચે લેખ હોવાની નોંધ છે જે નીચે મુજબ છે : શ્રી શ્રી ૧૦૮ શ્રી રીખવદેવ સ્વામીજીના દેરાસર સં. ૧૯૨૧ના વૈ શુદ ૧૩ સોમવાર પ્રતિષ્ઠિત શાહ ઘેલાભાઈ રાયચંદ જાતે દશા શ્રીમાળી ગભારામાં આરસના પીઠ પબાસણ કરાવી બીજે પાટડે શ્રી મંદીરસ્વામિ સ્થાપિત સં. ૧૯૫૫ ચૈત્ર વદ ૩ શુક્રવાર. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલય શિખરબંધી દર્શાવ્યું છે. કુલ અઠ્ઠાવીસ આરસપ્રતિમા, બત્રીસ ધાતુપ્રતિમા, એક સ્ફટિકપ્રતિમા તથા એક ચોવીસી રજતપટની નોંધ કરવામાં આવી છે. મૂળનાયક પ્રતિમા પર સં. ૧૮૧૫નો લેખ હોવાનો તથા વહીવટ ચંપકલાલ છોટાલાલ હસ્તક હોવાનો ઉલ્લેખ છે. જિનાલયની સ્થિતિ સારી હતી. ઘેલાભાઈ રાયચંદે સં. ૧૯૨૧ના વૈશાખ સુદ ૧૩ને સોમવારે આ જિનાલયની પ્રતિષ્ઠા કરી હોવાની નોંધ સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તર યાદીમાં મળે છે. વહીવટ શેઠ હીરાલાલ ચુનીલાલ હસ્તક હતો. આજે જિનાલયમાં કુલ ત્રીસ આરસપ્રતિમા, ઓગણત્રીસ ધાતુપ્રતિમા અને એક સ્ફટિકપ્રતિમા છે. વહીવટ શ્રી છાપરીયા શેરી જૈન સંઘના ટ્રસ્ટીઓ – શ્રી સૂર્યકાન્તભાઈ મોહનલાલ શાહ, શ્રી જતીનભાઈ હેમચંદ લોખંડવાલા, શ્રી અશોકભાઈ મનહરલાલ શાહ તથા શ્રી પ્રદીપભાઈ જયંતિલાલ શાહ હસ્તક છે. મૂળનાયક શ્રી આદેશ્વરની પ્રતિમા પર સં. ૧૮૧૫નો લેખ છે. ઉપર જણાવ્યા મુજબ જિનાલયનો સમય સં૧૯૨૧નો છે. ગોળશેરી, મહીધરપુરા ૭૧. ચંદ્રપ્રભુસ્વામી (સં. ૧૯૪૬) મહીધરપુરામાં ગોળશેરીમાં પ્રવેશતાં જ રોડ પર શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું આરસ તથા પથ્થરનું બનેલું શિખરબંધી જિનાલય આવેલું છે. આ જિનાલય શા. રૂપચંદ રાયચંદની પુત્રી બાઈ નેમીકુંવરે બંધાવ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy