________________
૧૪૬
સુરતનાં જિનાલયો
મહાવીરની મૂર્તિ પધરાવેલ છે. અન્ય એક દેવકુલિકા જેવી રચનામાં સં. ૨૦૪૫ના મહા સુદ ૧૩ના રોજ શ્રી નાકોડા ભૈરવની પ્રતિષ્ઠા થયેલ છે.
ગુરુમંદિરમાં રંગમંડપ તથા બે ગભારાની બાંધણી છે. રંગમંડપ વિશાળ છે. શત્રુંજય મહાતીર્થનો પટ છે. જમણી બાજુ શ્રી મોહનલાલજી મહારાજના આરસનાં પગલાંની એક જોડ છે. તેના પર સં. ૧૯૫૨નો લેખ છે. ડાબી બાજુ અન્ય બે પગલાંની જોડ છે.
નાના ગભારામાં શ્રી જિનદત્તસૂરિની પ્રાચીન પગલાંની જોડ છે તથા શ્રી જિનકુશલસૂરિ, મણિધારી શ્રી જિનચંદ્રસૂરિ, શ્રી જિનચંદ્રસૂરિ, શ્રી જિનલાભસૂરિ, શ્રી જિનમાર્ણકસૂરિ તથા શ્રી જિનલાભસૂરિ આદિનાં પગલાં તથા અન્ય ગભારામાં આરસની પાંચ ગુરુમૂર્તિ છે. અહીં પ્રતિષ્ઠા સં. ૨૦૨૬માં ફાગણ સુદ ૭ના રોજ ખરતરગચ્છના શ્રી હેમેન્દ્રસાગરની નિશ્રામાં થયેલ છે. દર વર્ષે ભાદરવા વદ ૨ના દિવસે અહીં મેળો ભરાય છે.
ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં હરિપુરામાં શ્રી દાદાસાહેબનાં જિનાલય ઉલ્લેખ છે. તે સમયે અહીં શ્રી જિનદત્તસૂરિની પાદુકા હોવાની નોંધ છે. વહીવટ શેઠ પાનાચંદ ભગુભાઈ તથા કૃષ્ણાજી મેઘાજી હસ્તક હોવાની નોંધ છે. ઉપરાંત તે સમયે ધજા દંડ પર લેખ હોવાનો તથા જિનાલયના જીર્ણોદ્ધાર અંગેના લેખનો ઉલ્લેખ છે જે નીચે મુજબ છે :
ધજાદંડ પરનો લેખ:
સં. ૧૯૬૫ના ભાદરવા વદ બીજ વાર શુક્ર સ્વર્ગવાસી શેઠ ભગવાનદાસ ભૂખણદાસ નાણાવટીના સ્મરણાર્થે આ ધજાદંડ તેઓના પુત્રો શા લાલભાઈ તથા ચુનીલાલે દાદાસાહેબને બંધાવી અર્પણ કર્યો છે. સુરત-વાડી ફલીયાં.
જિનાલયના જીર્ણોદ્ધારનો લેખ :
શ્રી શ્રી શ્રી શ્રી જૈન શ્વેતાંબર મુનિ મહારાજજી શ્રી શ્રી શ્રી મોહનલાલજી મહારાજના ઉપદેશથી આ દાદાસાહેબનું દેરાસર ખરતરગચ્છના સંઘનું તે સર્વેએ મળીને જીર્ણોદ્ધાર કર્યો છે સંવત ૧૯૬૩ની સાલમાં.
તે અગાઉ સં. ૧૮૨૮માં પોષ વદ ચોથે (ધર્મસાગર) ધર્મમંદિરગણિકૃત પ્રબોધચિંતામણિ રાસ સુરતમાં શ્રી જિનકુશલસૂરિ પ્રાસાદે લખાયાની નોંધ જૈન ગૂર્જર કવિઓ ભાગ-૪ પૃ ૩૨૫માં છે.
સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં હરીપરા, પીપરડી વિસ્તારમાં જિનદત્તસૂરિ - દાદાસાહેબનું જિનાલય હોવાની નોંધ છે.
જિનાલયનો સમય સં. ૨૦૪૫નો છે. દાદાવાડીનો સમય સં ૧૮૨૮ પૂર્વેનો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org