SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ સુરતનાં જિનાલયો વહીવટ શ્રી સુમંગલમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી રમેશભાઈ આર. સંઘવી, શ્રી હેમેન્દ્રભાઈ જે કાપડિયા તથા શ્રી શૈલેષભાઈ એન. સંઘવી દ્વારા થાય છે. આ ટ્રસ્ટ દ્વારા ઉપરના માળે સંસ્કૃત પાઠશાળા ચાલે છે. જૈન ધર્મશાળા, સ્ટેશન રોડ ૪૦. કુંથુનાથ (સં. ૨૦૧૬). સ્ટેશન રોડ પર શ્રીમતી રૂક્ષ્મણીબહેન દલીચંદ વીરચંદ શ્રોફ જે. મૂ. પૂ. જૈન ધર્મશાળા આવેલી છે. અહીં શેઠ શ્રી નેમચંદ નાથાભાઈ ચોકસી જૈન જિનાલય તથા રૂક્ષ્મણીબહેન દલીચંદ વીરચંદ શ્રોફ ટ્રસ્ટ સંચાલિત શ્રી કુંથુનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. શૃંગારચોકીના સ્થંભો પર સાદી, સુંદર કોતરણી છે. એક પ્રવેશદ્વાર છે. તેની ઉપરની દિવાલે લેખ છે – “જિનાલયની ખનનવિધિ સં. ૨૦૧૩ પોષ સુદ ૧૫, શીલારોપણ સં. ૨૦૧૪ માગશર વદ પાંચમ, પ્રવેશ સં. ૨૦૧૫ પોષ સુદ ૭ તથા પ્રતિષ્ઠા સં. ૨૦૧૬ વૈશાખ વદ ૬ને સોમવાર તા. ૧૬-૫-૧૯૬૦ના રોજ આ. શ્રી વિજયપ્રેમસૂરિ મ. સા.ના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયજંબુસૂરીશ્વરજીની નિશ્રામાં થઈ.” રિંગમંડપ નાનો, સાદો છે. શત્રુંજય, રાજગૃહી, વીસ સ્થાનક, દાન-શીલ-તપના પ્રભાવના દ્રષ્ટાંત, ગિરનાર, તારંગા, ભદ્રેશ્વર, નંદીશ્વર દ્વીપ, શંખેશ્વર, જન્માભિષેક, અષ્ટાપદ, અંતરિક્ષ, આબુ, સમવસરણ, સમેતશિખર, પાર્શ્વનાથ મેઘમાળીનો ઉપસર્ગ, મહાવીરસ્વામીના ઉપસર્ગ, પાવાપુરી, ચંદનબાળાનો પ્રસંગ – જેવા પટ-પ્રસંગોના ચિત્રકામથી દીવાલો શોભે છે. ઘુમ્મટમાં પણ જુદા જુદા ચૌદ પ્રસંગો સહિત કમળ, સૂર્ય, ચંદ્ર, દેવવિમાનમાંથી પુષ્પવૃષ્ટિ, સ્વસ્તિક તથા કુંભ. વગેરેનું ચિત્રકામ છે. ગર્ભદ્વાર પાસે ગાંધર્વયક્ષ તથા અશ્રુતાદેવીના ગોખ છે. એક ગર્ભદ્વાર છે. ૨૩” ઊંચી મૂળનાયક શ્રી કુંથુનાથની પ્રતિમા પર લેખ છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા નવ ધાતુપ્રતિમા છે. ઐતિહાસિક સંદર્ભ શેઠ શ્રી નેમચંદ નાથાભાઈ ચોકસીએ સ્ટેશન રોડ ધર્મશાળા માટે સખાવત કરી તેવી નોંધ સં. ૧૯૯૬માં સૂર્યપુરનો સુવર્ણયુગમાં કરવામાં આવી છે. સં. ૨૦૫૪માં સુરત તીર્થ વંદુ કર જોડમાં આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ પ્રાપ્ત થાય છે મૂળનાયક પ્રતિમા પાલીતાણા શેઠ નરશી નાથાભાઈની ધર્મશાળામાંથી તથા આજુબાજુ બિરાજમાન શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા પાલીતાણા નરશી કેશવજીની ટૂંકમાંથી અત્રે પધરાવેલ છે. પ્રતિષ્ઠા આ. શ્રી જંબુસૂરિજીના હસ્તે થયેલ છે. ૭૧૦ ચો. વાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy