SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો કલાભાઈ શ્રીપતજીનું નામ પૂર્વજ તરીકે આવે છે. તે સંદર્ભમાં જૈન તીર્થ સર્વસંગ્રહમાં જણાવ્યા પ્રમાણે આ ઘરદેરાસર સં. ૧૮૭૫ લગભગના સમયનું હોવાનું માની શકાય. ચંદનબાગ, સોની ફળિયા ૩૦. દુઃખભંજન પાર્શ્વનાથ (ઘરદેરાસર) (સં. ૧૯૪૨) ગોપીપુરા, બેસન્ટ રોડ પર સોની ફળિયામાં ચંદનબાગ નામની વાડીમાં ગુલાબબાઈ નાનાલાલ મર્ચન્ટ પરિવારનું શ્રી દુઃખભંજન પાર્શ્વનાથનું ઘરદેરાસર આવેલું છે. મધ્યમ કદના ચોરસ આકારના આ ઘરદેરાસરમાં ૧૩” ઊંચી મૂળનાયક શ્રી દુઃખભંજન પાર્શ્વનાથની મનોહર પ્રતિમા કમલાસન પર બિરાજે છે. પ્રતિમા પર સં. ૧૯૪૨નો લેખ છે. કુલ સોળ આરસપ્રતિમા, બે સ્ફટિકપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા છે. આજે વહીવટદાર તરીકે શ્રી શ્રેયસભાઈ કુસુમચંદ મર્ચન્ટ સેવાઓ આપી રહ્યા છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સુરતનાં ઘરદેરાસરોની યાદીમાં આ ઘરદેરાસર વિનંદીબાદ વિસ્તારમાં દર્શાવવામાં આવેલ છે. કુલ ચૌદ આરસપ્રતિમા, બે રત્નપ્રતિમા તથા એક ધાતુપ્રતિમા હતી. સં. ૧૯૬૮માં તીર્થગાઈડ(ભાગ-૧)માં સુરતનાં જિનાલયોની યાદીમાં તલકચંદ માસ્તરની વાડીમાં શાંતિનાથ અને પાર્શ્વનાથ – એમ બે જિનાલયોની નોંધ છે. સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં દેસાઈ પોળ વિસ્તારમાં શ્રી પાર્શ્વનાથના આ ઘરદેરાસરને શા. તલકચંદ માણેકચંદ માસ્તરનું દેરાસર તરીકે દર્શાવ્યું છે. તલકચંદ માસ્તરે બંધાવ્યું હોવાની તથા માસ્તરના કુટુંબીઓ હસ્તક વહીવટ હોવાની નોંધ છે. ઉપરાંત ખાનગી દેરાસર ચંદનબાગ નામની પોતાની વાડીમાં છે – એ મુજબની નોંધ કરવામાં આવી છે. આ ઘરદેરાસર શેઠ તલકચંદ માણેકચંદે બંધાવ્યું હોવાનો ઉલ્લેખ સં. ૧૯૯૬માં સૂર્યપુરનો સુવર્ણયુગમાં પૃ. ૧૧૧ પર નીચે મુજબ છે : “..... રા. રાતલકચંદ માણેકચંદ શાપુરજીની પેઢીમાં ભાગીદાર હતા... સુરતમાં તેમણે પોતાની વાડીમાં બંગલો તથા જૈન મંદિર બંધાવ્યા છે અને તે વાડીનાં ફૂલો સુરતનાં ઘણાં ખરાં દેરાસરોમાં અપાય છે. વાડી ઘણી વિશાળ છે. વાડીમાં એક મંદિર હતું તે તેમના સુપુત્રોભાઈ રતનચંદ અને નાનાભાઈએ નવેસરથી બંધાવ્યું હતું ....” સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં તલક માસ્તરની વાડી, બીસુટ રોડ વિસ્તારમાં આ ઘરદેરાસરનો ઉલ્લેખ થયો છે. કુલ સોળ આરસપ્રતિમા, બે સ્ફટિકપ્રતિમા, ત્રણ ધાતુપ્રતિમા તથા ધાતુની એક ગુરુમૂર્તિ હતી. સં. ૧૯૫૦ લગભગમાં શેઠ તલકચંદ માણેકચંદે ઘરદેરાસર બંધાવ્યું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy