________________
સુરતનાં જિનાલયો
બે દ્વાર પૈકી એક દ્વારની ઉપરની દીવાલે સં. ૧૯૮૧માં ઝવેરી હીરાભાઈ રતનચંદ હેમચંદ સુખડિયાએ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યાનું લખાણ છે. અહીંથી પગથિયાં ચડતાં સન્મુખ આરસનો છત્રીયુક્ત ગોખ નજરે પડે છે. તેમાં આ શ્રી વિજયરામસૂરિ મ૰ સાની આરસની ગુરુમૂર્તિ તથા અન્ય ચાર ગોખમાં માણિભદ્રવીર, પદ્માવતીદેવી તથા અધિષ્ઠાયક દેવ-દેવીની મૂર્તિઓ બિરાજમાન છે જેની પ્રતિષ્ઠા સં. ૨૦૫૫ મહા વદ ૫ના રોજ આ શ્રી હેમભૂષણસૂરિ, આ શ્રી ગુણશીલસૂરિ, આ શ્રી ગુણયશસૂરિ તથા આ શ્રી કીર્તિયશસૂરિની નિશ્રામાં થયેલ છે.
મધ્યમ કદના રંગમંડપમાં છત પર ફૂલ-બુટ્ટાનું ચિત્રકામ સુંદર છે. માતા ત્રિશલાને આવતા ચૌદ સ્વપ્નો, પાર્શ્વનાથ વનવિહાર, પાર્શ્વનાથ-કમઠનો ઉપસર્ગ, મહાવીર-ચંડકૌશીક નાગનો ઉપસર્ગ, અષ્ટાપદ, સમેતશિખર, ગિરનાર, આબુ, સિદ્ધચક્રનું કાચકામ, પાવાપુરીનો ચિત્રિત પટ તથા આરસમાં ઉપસાવેલ શત્રુંજય તીર્થ – વિવિધ પટ-પ્રસંગોથી દીવાલો શોભે છે. મધ્યે છતમાં જાળી છે. ગૌતમસ્વામીની આરસમૂર્તિ છે.
એક ગર્ભગૃહ છે. ગભારો મોટો છે. ૨૭ ઊંચી મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા પર સં. ૧૬૬૧નો લેખ છે જે નીચે પ્રમાણે છે :
‘સંવત ૧૬૬૧ વૈશાખ વદી સપ્તમ્યાં મહાવીરસ્વામી બિંબં કારિત પ્રતિષ્ઠિત
વિજયસેનસૂરિ
તપાગચ્છ
Jain Education International
જીવાબાઈ પુત્રે . પટ્ટાલંકાર શ્રી હીરવિજયસૂરિ
મૂળનાયક સપરિવાર આરસની કોતરણીયુક્ત છત્રીમાં બિરાજે છે. સ્તંભોની કમાનો પર બારીક ફૂલોની કોતરણીવાળાં તોરણો છે. કમાનો ૫૨ વાજિંત્ર વગાડતી નર્તકીઓ તથા ફૂલ-છાબ લઈ ઊભેલા ઇન્દ્રોનાં શિલ્પો છે. અહીં પણ વરસીતપના પારણાનો પ્રસંગ, મહાવીરસ્વામીના કાનમાં ખીલા ઠોકવાનો પ્રસંગ, ૧૧ ગણધર, ભગવાનના પગમાં ચૂલો પેટાવી બેઠેલો રબારી જેવા પ્રસંગોનું કાચકામ છે. કુલ સત્તર આરસપ્રતિમા પૈકી બે કાઉસ્સગ્ગિયા છે. કુલ સુડતાળીસ ધાતુપ્રતિમા, એક સ્ફટિકપ્રતિમા ઉપરાંત ધાતુના કમળમાં ચૌમુખજી બિરાજે છે. વીસ તીર્થંકરનો પટ તથા ભક્તામર મહાયંત્ર છે.
૯૧
........
ઐતિહાસિક સંદર્ભ
મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા પર સં ૧૬૬૧નો લેખ છે. સં ૧૭૯૩માં લાધાશાહષ્કૃત સૂરત ચૈત્યપરિપાટીમાં ગોપીપુરામાં મહાવીરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
પાંચમે શ્રી મહાવીરજી ભૂવનબિંબ અતિ સોહે રે;
પાંચ પ્રભુ પાષાણમેં નિરંષતાં ભવિમન મોહે રે. શ્રી જિન૰૧૧
એકલમલ પંચતીરથી પાટલીયે પ્રભુ ધારો રે; એકતાલીસ સર્વે થઈ ધાતુમય સુવિચારો રે. શ્રી જિન
For Personal & Private Use Only
૧૨
www.jainelibrary.org