________________
૭૨
ખંભાતનાં જિનાલયો
સ્થિતિ સારી હતી. દેરાસર ત્રીજે માળ છે તેવી નોંધ તે સમયે કરવામાં આવી હતી.
આજે આ દેરાસરનો વહીવટ શ્રી નરેશભાઈ ચંદુલાલ દવાવાલા હસ્તક છે, જેઓ રેવાબેનના ભાણેજ છે. તેમની પાસેથી મળેલી માહિતી અનુસાર ઘરદેરાસર પૂર્વે ઉપરના માળે હતું. પરંતુ ખંડેર જેવું થઈ ગયું હોવાથી આજથી લગભગ ૧૦ વર્ષ પહેલાં આ ઘરદેરાસર નીચે લાવવામાં આવ્યું. એટલે કે ઘરદેરાસરનો જીર્ણોદ્ધાર કરાવી પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ ઘરદેરાસરની પુનઃ પ્રતિષ્ઠા આ. શ્રી સૂર્યોદયસૂરિના હસ્તે કરવામાં આવી હતી.
મૂળનાયક તેમના પરિવાર સાથે કાષ્ઠની કોતરણીયુક્ત છત્રીમાં બિરાજમાન છે. અહીં ધાતુની કુલ ચાર પ્રતિમાજીઓ છે. અહીં દીવાલો પર શાંતિનાથજીના દસ ભવ, નાગેશ્વર પાર્શ્વનાથ, શાંતિનાથનું સુંદર ચિત્રકામ થયેલું છે. દેરાસરમાં છપ્પન-દિકકુમારીઓ સાથેનું ભગવાનના જન્મમહોત્સવનું ચિત્રકામ છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ખારવાડા વિસ્તારમાં શાંતિનાથના ઘરદેરાસરનો ઉલ્લેખ મળતો નથી. પરંતુ માણેકચોક નજીકના વિસ્તારમાં શાંતિનાથજી ઘરદેરાસરનો ઉલ્લેખ મળે છે. તે ઘરદેરાસરમાં ધાતુની કુલ નવ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને બંધાવનાર તરીકે શા ફતેચંદ ખૂબચંદનો ઉલ્લેખ થયેલો છે અને બંધાયા સંવત ૧૮૫૫ દર્શાવવામાં આવી છે તે સમયે દેરાસરના મકાનની સ્થિતિ સારી હોવાનો ઉલ્લેખ છે. આ ઉપરાત બોરપીપળા વિસ્તારમાં શા ખીમચંદ મોતીચંદના ઘરદેરાસરમાં શાંતિનાથજીનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. અહીં તે સમયે ધાતુની બાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને દેરાસરની સ્થિતિ સારી હોવાનો ઉલ્લેખ છે.
ટૂંકમાં આ ઘરદેરાસરનો સમય સં. ૨૦૧૦ પહેલાનો છે. તેથી વધુ પ્રાચીનતા નક્કી કરવા માટે વધુ સંશોધનની જરૂર છે.
ખારવાડો સીમંધર સ્વામી (૧૬મો સૈકો)
ખારવાડામાં શ્રી સ્થંભન પાર્શ્વનાથના જિનાલયની સામે શ્રી સીમંધરસ્વામીનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે.
૧૯મા સૈકામાં કવિ ડુંગર રચિત ખંભાત ચૈત્યપરિપાટીમાં ખારવાડામાં શ્રી સીમંધરસ્વામીના જિનાલયનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે.
“પલ્લીવાલિ ગુરિ થાપીએ આઠમઉ તીર્થંકર, ખારૂઆવાડઈ પણમીઈએ તિહાં શ્રી સીમંધર ૭.” સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ખારુઆ પોલમાં સાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org