________________
ખંભાતનાં જિનાલયો
પાસે ચક્રેશ્વરીદેવીની મૂર્તિ હોવાનો ઉલ્લેખ આ સૂચિમાં છે. સં. ૧૯૮૪ના જીર્ણોદ્વાર વખતે આદીશ્વર ભગવાનના બિંબની પ્રતિષ્ઠા સાથે ચક્રેશ્વરી દેવીની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવેલી છે એટલે કે ચક્રેશ્વરી દેવીની આ મૂર્તિ પ્રાચીન છે. શ્રી મોહરી પાર્શ્વનાથના દેહરાનો ઉલ્લેખ પણ સં. ૧૯૦૦માં થયેલો છે તે જિનાલયના મૂળનાયક પ્રતિમાજી સ્થંભન પાર્શ્વનાથના જિનાલયમાં પધરાવવામાં આવ્યા છે.
७०
દ્વારની બહારના ભાગમાં ચિત્રકામયુક્ત પટની રચનાને દૂધિયા રંગના કાચની અંદર જડી દીધેલ છે. તથા અહીંથી જ ધાબા પર ચડવા માટેની સીડી પડે છે. અહીં સીડીની પાછળની બાજુએ ભીંત પર એક આરસનો લેખ છે. અગાઉ જણાવ્યા મુજબ આ લેખ પણ પ્રકરણ-૧૩માં મૂકવામાં આવ્યો છે.
રંગમંડપમાં કુલ પાંચ આરસના બનાવેલા ગોખ છે. મુખ્ય પ્રવેશદ્વારની ડાબી બાજુના પ્રવેશ દ્વાર પાસેના ગોખમાં શ્રી પદ્માવતી દેવીની આરસની મૂર્તિ તથા જમણી બાજુના પ્રવેશદ્વાર પાસેના ગોખમાં શ્રી પાર્શ્વયક્ષની આરસની મૂર્તિ છે. ગર્ભદ્વાર પાસેના ડાબી બાજુના ગોખમાં શ્રી શાંતિનાથજીની આરસની પ્રતિમા બિરાજમાન છે. તેની સામેની બાજુ એટલે કે જમણી બાજુના ગોખમાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. આ બંને પ્રતિમાજીઓ પર સં ૧૯૮૪માં પ્રતિષ્ઠા કરાવ્યાનો મૂર્તિલેખ છે. હાલ (સં. ૨૦૫૫)માં મ૰ સા૰ ચંદ્રોદયસૂરિજીના હસ્તે પ્રતિષ્ઠિત થયેલ આરસની ગૌતમસ્વામીની મૂર્તિ જમણી બાજુ પાર્શ્વયક્ષના ગોખની બાજુમાં આવેલા એક મોટા ગોખમાં બિરાજેલ છે.
અહીં રંગમંડપમાં નવપદજી, આબુજી, સિદ્ધાચલજી, ચંપાપુરીનું કાચકામ, તારંગાજી, સમેતશિખર (પથ્થરમાં કોતરી ભીંતમાં જડેલ), ગિરનારજી વગેરેનું ચિત્રકામ છે. રંગમંડપ વિશાળ છે. ઘુમ્મટ પર પણ સુંદર ચિત્રકામ થયેલું છે.
અહીં ગભારામાં પાષાણની કુલ ચૌદ પ્રતિમાજીઓ છે જેમાં મૂળનાયક તરીકે બિરાજેલ અતિપ્રાચીન, અમૂલ્ય, પંચતીર્થી અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત શ્રી સ્થંભન પાર્શ્વનાથની નાની પણ અતિ ભવ્ય એવી નીલમ પ્રતિમાના અલૌકિક રૂપને નિહાળતાં અને દર્શન કરતાં મન આનંદિત થઈ ઊઠે છે. પ્રતિમાના સૌંદર્ય જેટલું જ પરિકર પણ સુંદર છે. આ પરિકરમાં સાત નાગની ફણા શોભે છે. પંચફણાયુક્ત મૂળનાયક શ્રી સ્થંભનપાર્શ્વનાથ સિંહાસન પર બિરાજમાન છે. સિંહાસનમાં નીચે મધ્યમાં ચક્ર તથા આજુબાજુ હરણા-હરણી દશ્યમાન થાય છે. બે બાજુ ચામર ઢાળતા ઇન્દ્રો છે. ગાદીની નીચેની પીઠ ઉપર મૈં શ્રી સ્થંમળ પાર્શ્વનાથાય નમ:'નું લખાણ અને નાગ ચિત્રિત કરેલ છે. આમ, આ પ્રતિમાજી તથા તેનું સિંહાસન કલાત્મક, નયનરમ્ય અને વિશિષ્ટ છે.
મૂળનાયકની ડાબી બાજુના ગર્ભદ્વાર સન્મુખ બિરાજમાન શ્રી આદેશ્વરની પ્રતિમા પર ‘અલઈ ૪૫..સં ૧૬૫૬.. વૈશાખ સુદ ૭ સીહજલ દે .. વિજય સેનસૂરિ...' મુજબનો લેખ વાંચી શકાય છે. જમણી બાજુના ગર્ભદ્વાર સન્મુખ બિરાજમાન શ્રી મનમોહન પાર્શ્વનાથની પ્રતિમા પર કોઈ લેખ નથી. આ ઉપરાંત પૂર્વે ટેકરી વિસ્તારમાં આવેલું શ્રી સંભવનાથજીનું ઘરદેરાસર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org