________________
ખંભાતનાં જિનાલયો
આહે પારૂઆતણી વલી પોલિમાં, સાતઈ દેહરાં કહી જઈ | આહે બત્રીસો સો બંબશું, સીમંધર લહઈ II ૩૦
આહે મુનિસુવ્રત વીસ બંબશું, સંભવ જિન બંબ વીસ ! સં ૧૭૦૧માં કવિ મતિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં ખારવાડામાં આવેલા મુનિસુવ્રત સ્વામીના જિનાલય વિશે નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ આવે છે :
પારઆ વાડઈ વીર જિન ચઉમુષી વ્યાસી નમો અવિલંબજી
શ્રી મુનિસુવ્રત દેહરઈ ભુંઈરઈ દોઈસઈ ચૌદહ બિંબજી ૬ એટલે કે સં૧૭૦૧માં મુનિસુવ્રતસ્વામીનું જિનાલય ભોંયરાયુક્ત હતું. આજે આ જિનાલય ભોંયરાયુક્ત નથી.
સં૧૯૦૦માં ખારવાડામાં મુનિસુવ્રત સ્વામીજીનાં બે જિનાલયોનો ઉલ્લેખ મળે છે. ક્રમાંક ૮માં તથા ક્રમાંક ૧૨માં આ બે જિનાલયો વિશેની નોંધ નીચે મુજબ આપવામાં આવી છે : -
પ્રથમ વારવાવાડામાં દેહરાં ૧૨ તેની વિગત– ૮. શ્રી ચઉવીસ તીર્થકર મૂલનાયક મુનિસુવ્રત સ્વામી છઈ. ૯. શ્રી કંસારી પાર્શ્વનાથનું દેહશું. ૧૦. શ્રી અનંતનાથનું દેહરું. ૧૧. શ્રી મહાવીર સ્વામી દેહરું સમવસરણ ચૌમુખ. ૧૨. શ્રી મુનિસુવ્રત સ્વામીનું દેહશું.
સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ખારવાડા વિસ્તારમાં મુનિસુવ્રત સ્વામીનાં કુલ બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ નીચે મુજબ પ્રાપ્ત થાય છે :
ખારવાડામાં ૧. શ્રી સ્વંભણ પાર્શ્વનાથજીનું.
૭. મુનિસુવ્રતસ્વામીનું. ૮. કસારી પારસનાથજીનું. ૯. અનંતનાથજીનું ૧૦. મહાવીરસ્વામીનું (ચૌમુખજીના આકારનું છે). ૧૧. મુનીસુવ્રતસ્વામીનું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org