________________
૫૪
ખંભાતનાં જિનાલયો
આ દરેક પ્રતિમાજીની અંજનશલાકા થયેલ છે. હાલ આ પ્રતિમાજીઓ પૈકીની આશરે ૪૦ થી વધુ પ્રતિમાજીઓ અન્ય જિનાલયોમાં પધરાવવામાં આવી છે.
ગભારામાં અનંતનાથ ભગવાનની સુંદર પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. મૂળનાયકની પાછળની દીવાલ પર સુંદર ચિત્રાંકન થયેલું છે. ગભારામાં પાષાણની કુલ પાંચ પ્રતિમાજીઓ છે. ગભારાની ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી રચના છે.
અહીં રંગમંડપ સાદો છે. બાજુમાં આવેલા ગુરુમંદિરમાં અહીંથી જઈ શકાય તે માટે બારણું રાખવામાં આવ્યું છે.
ઉપલબ્ધ સંદર્ભોને આધારે આ જિનાલય સં. ૧૯૦૦ પહેલાના સમયનું છે. તેથી વધુ પ્રાચીનતા નક્કી કરવા માટે વધુ સંશોધનની જરૂર છે.
ખારવાડો
કંસારી પાર્શ્વનાથ (સં. ૧૯૦૦ પહેલાં)
ખારવાડા વિસ્તારમાં કંસારી પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. મહાવીર સ્વામી(ચૌમુખજી)ના જિનાલયમાંથી પણ કંસારી પાર્શ્વનાથના જિનાલયમાં જઈ શકાય છે. આ જિનાલયની બાજુમાં અનંતનાથનું જિનાલય આવેલું છે.
ખંભાતથી ઈશાન ખૂણે આશરે બે કીલોમીટરના અંતરે કંસારી નામનું ગામ આવેલું છે. આજે ત્યાં જૈનોની કોઈ વસ્તી નથી તેમજ એક પણ જિનાલય વિદ્યમાન નથી. જો કે પ્રાચીન ગ્રંથોમાં આ કંસારી ગામમાં જિનાલયો હોવાનો ઉલ્લેખ મળે છે..
કંસારી ગામમાં વિ. સં. ૧૫૭૦માં શ્રી સોમવિમલસૂરિનો જન્મ થયો હતો તેવી વિગતો મળે છે. ઉપરાંત નીચે મુજબની બે પંક્તિઓમાં કંસારીમાં પાર્શ્વનાથની મૂર્તિ ખૂબ જ મનોહર હતી તેવી નોંધ મળે છે.
Jain Education International
તસ પરિસરી સારી ઠામિ પુત્ર કંસારી
જિહાં પાસ જિણેસર મૂરતિ અતિહિ સારી.
સં ૧૬૭૩માં કવિશ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં કંસારીપુરમાં ભીડભંજન પાર્શ્વનાથથી પ્રચલિત જિનાલય તથા શ્રી ઋષભદેવ ભગવાનનું જિનાલય હોવાનો ઉલ્લેખ નીચેની પંક્તિઓમાં મળે છે :
કંસારીપુર રાજીઉ રે લો, ભીચભંજન ભગવંત રે સા. થંબ બાવીસઈ પૂજતાં રે લો, લહીઈ સુષ અનંત રે સા ॥ ૭
For Personal & Private Use Only
www.jainelibrary.org