________________
૪૮
ખંભાતનાં જિનાલયો
અત્યારે આ જિનાલય આઠ કુટુંબો દ્વારા સચવાય છે. જિનાલયની સંભાળ માટે ગોઠી (પૂજારી) રાખવામાં આવ્યો નથી. પંદર-પંદર દિવસના દરેક કુટુંબ દીઠ વારા રાખેલા છે. પણ હવે મોટી ઉંમરના શ્રાવકો કામ કરવાને અશક્ત થવા લાગ્યા છે. નવી યુવાન પેઢીને આ પ્રકારના કામ પ્રત્યે વિશેષ અભિરુચિ નથી તેથી વર્ષો જૂની પરંપરાનો જાણે હવે અંત આવી રહ્યો છે અને ગોઠી-પૂજારીની વ્યવસ્થા કરવાની આવશ્યકતા ઊભી થવા માંડી છે.
- જિનાલયની રચના એક ઘર હોય તેવી લાગે છે. અંદરના ભાગમાં આરસપહાણ છે. તેના રંગમંડપમાંની કાષ્ઠની સુંદર પૂતળીઓ મનમોહક છે અને જિનાલયની પ્રાચીનતાની ગવાહીરૂપ છે. અહીં મૂકેલા અરીસાની આજુબાજુ પણ સુંદર નકશીકામ છે.
ગભારામાં પરિકરયુક્ત મૂળનાયક સાથે પાષાણની સાત પ્રતિમાજીઓ છે. ઉપરાંત ત્રણ કાઉસ્સગ્ગીયા અને એક દેવની મૂર્તિ દીવાલે જડેલી છે, જે ખંડિત પરિકરમાંની હોય તેવી લાગે છે. મૂળનાયકની જમણી બાજુ ધર્મનાથજી અને ડાબી બાજુ મુનિસુવ્રતસ્વામી બિરાજમાન છે. ડાબી બાજુના મુનિસુવ્રત સ્વામી પર લેખ છે જેમાં સં૧૬૬ર વંચાય છે.
ટૂંકમાં આ જિનાલય સં૧૬૭૩ પહેલાના સમયનું હોવાનો વધુ સંભવ છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
લાડવાડો
અભિનંદન સ્વામી (સં. ૧૯૦૦ પહેલાં) લાડવાડામાં પ્રવેશતાં, આગળ જતાં જમણા હાથે શ્રી અભિનંદન સ્વામીનું આરસયુક્ત ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. જિનાલયને અંદર તથા બહાર બંને બાજુએ રંગ કરેલો હોવાથી સુંદર દેખાય છે.
આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૦૦માં મળે છે. તે સમયે બામણવાડામાં આ જિનાલય વિદ્યમાન હતું તે મુજબનો ઉલ્લેખ ક્રમાંક ૭૯માં થયેલો છે.
અથ બામણવાડામાં દેહરાં ૨ ૭૮. શ્રી ચંદ્રપ્રભુનું દેહશું. ૭૯. શ્રી અભિનંદન ઝમકુબાઈની મેડી ઉપર એટલે કે આ જિનાલય “મેડીનું દેહરું નામથી પ્રચલિત થયું હતું.
સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આ જિનાલયનો ઉલ્લેખ માણેકચોકના મહેલ્લામાં કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org