________________
ઉપોદ્ઘાત
જૈન ધર્મમાં સેંકડો વર્ષોથી નૂતન જિનાલયોની પાવન પ્રવૃત્તિ અવિરત ચાલુ જ રહી છે. ટાંકણાંઓનું સંગીત ક્યારેય વિરામ પામ્યું નથી. પ્રભાવિક જૈનાચાર્યો તથા વિદ્વાન્ મુનિઓના ઉપદેશથી, શ્રેષ્ઠીઓની ઉચ્ચ ધર્મભાવના અને ઉદાર મનોવૃત્તિ દ્વારા સોમપુરાઓની કળાનો કસબ આરસ તથા અન્ય ઉમદા પથ્થરો ઉપર દિવ્ય અને ભવ્ય બની શોભી રહ્યો છે. પ્રશમરસનિમગ્ન, શાંત મુદ્રાયુક્ત વીતરાગ પરમાત્માની પ્રતિમાઓ દિવ્યાનુભૂતિ તો કરાવે જ છે, સાથે સાથે મનને ભક્તિમાં લીન બનાવી દે છે. આ પ્રતિમાઓ વર્ષો પૂર્વે નિર્મિત થઈ હોવા છતાં જાણે આજે જ બની હોય તેવી નિર્મળ અને સુંદર છે. આ પ્રતિમાજીઓ સાથે જોડાયેલું ભવ્ય શિલ્પ ભાવનાની અભિવૃદ્ધિ કરાવવામાં નિમિત્ત બને છે. અનેક જિનાલયોના રંગમંડપ, સ્તંભો, શિખરો અને સામરણોમાં કંડારવામાં આવેલું શિલ્પ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવું અદ્ભુત હોય છે. આ બધાનાં અવલોકન માત્રથી હૈયું નાચવા માંડે છે. આવા અદ્દભુત શિલ્પ અને સ્થાપત્યના નમૂના સ્વરૂપ જિનાલયો માત્ર જૈનોનો જ નહીં પણ ભારતીય સંસ્કૃતિનો ગૌરવપ્રદ અણમોલ વારસો છે. તેમજ સમયે સમયે નિર્મિત થયેલાં વિભિન્ન પ્રકારનાં જિનાલયો ભક્તિના મૂર્તિમંત પ્રતીક તો છે જ પણ સાથે સાથે શિલ્પ અને સ્થાપત્યની અનુપમ રચનાઓ છે. આવાં જૈન તીર્થો, જિનાલયો અને ગૃહમંદિરો સાથે વણાયેલો ગૌરવવંતો ઇતિહાસ જાણવા અને માણવા જેવો હોય છે.
તેમજ કાળના પ્રભાવે, રાજકીય તથા અન્ય ધર્મીઓના આક્રમણને કારણે કેટલાંક જૈન મંદિરો નષ્ટ થયાં, કેટલાંક જીર્ણ થયાં અને કેટલાંક સ્થળાંતર પામ્યાં. છતાંય જૈનોએ યથાશક્ય જિનમંદિરોની રક્ષા કરી છે. શાસ્ત્રમાં વર્ણવ્યા પ્રમાણે જીર્ણ થયેલા મંદિરને સુરક્ષિત કરવાના કાર્યને તો નૂતન જિનાલયના નિર્માણ કરતાં આઠ ગણું વધુ પુણ્ય વર્ણવ્યું હોવાથી પ્રાચીન જિનાલયના જીર્ણોદ્ધારની પ્રવૃત્તિને ઘણો જ વેગ મળ્યો છે. એટલું જ નહીં પણ કળાની ઊંડી સૂઝ ધરાવતા ઘણા શ્રાવકોએ તો પ્રાચીન જીર્ણ થયેલ મંદિરનો ઉદ્ધાર કરી નૂતન જિનાલય કરતાંય સવાયું ક્યનાં દષ્ટાંત મળે છે. આ ઉમદા કાર્યોનો ઇતિહાસ જાળવવો તે આપણા સહુની જવાબદારી છે. ભવિષ્યની પેઢીને તેની સમ્યફ જાણકારી પ્રાપ્ત થાય તો તેઓ પણ આ ગૌરવવંતી પ્રણાલિકાથી વાકેફ થાય અને પ્રણાલિકા ચાલુ રાખે તે આશયથી ઇતિહાસ લખવો આવશ્યક છે.
ઇતિહાસલેખનની દિશામાં ત્રણ વર્ષ પૂર્વે રાજનગર(અમદાવાદ)નાં જિનાલયો નામનો ગ્રંથ પ્રકાશિત કર્યો ત્યારે તેનો વ્યાપ સમગ્ર ગુજરાતનાં જિનાલયો સુધી વિસ્તારવાનું નક્કી કર્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org