________________
૩૯૦
ખંભાતનાં જિનાલયો
સોમય્યતામણિ અંતા ટાલઇ, તેર બંબ તિહાં પાતિગ ગાલઇ, ભવિલોકનઈ પાલઈ, હો. ૧૭ વિમલનાથનિ દેહરિ બીજઇ, દસ પ્રતિમાની પૂજા કીજઇ, માનવભવફલ લીજે, હો. ૧૮ સાલવી કેરી પોલિ જ પાસ, દેહરામાં નવપલ્લવ પાસ, બંબ પંચ્યોતિર તાસ, હો. ૧૯ બીજી સાલવી પોલિ, બઈ પ્રાસાદ પૂજો અંઘોલિ, કેસર ચંદન ઘોલિ, હો. ૨૦ સંભવનાથ જિન પ્રતિમા વીસ, મૅનિસુવ્રતનઈ નામ્ સીસ, ભૂયરિ બંબ બાવીસ, હો. ૨૧
ઢાલા ગિરથી નદીયાં ઊતરિ રે લો–એ દેશી હોય પ્રાસાદ સોહામણા રે લો, નદાનપુરમાં જાણિ રે સાહેલી, શાંતિજિનેસર દીપતા રે લો, બંબ પનર સુઠાંણિ રે સા. ભાવ ધરી જિન પૂજીએ રે લો, આંચલી. ૧ કતલપુર માંહિ નમું રે લો, ત્રણ્ય ભુવન સુષકાર રે સા, બંબ તણી સંખ્યા કહું રે લો, રાષ ચિત એક ઠાર રે સા. ૨ આદીસર પંચ બંબશું રે લો, પાસ ભુવન દસ બંબ રે સા, ચઊદ બંબ વનવર તણાં રે લો, બાંઠા પાસ અચંબ રે સા. ૩ ત્રણ્ય પ્રાસાદ સોહામણાં રે લો, નિરપું નયણ રસાલ રે સા, અકબર પુર જાઈ કરી રે લો, પૂજઉ પરમ દયાલ રે સા. ૪ વાસુપૂજ્ય વન બારમા રે લો, સાત બંબ છઈ યાંહિ રે સા, શાંતિયનેસર સોલમા રે લો, બંબ અઠાવીસ ત્યાંહિ રે સા. ૫ આદિભુવન રલીઆમણૂં રે લો, તે છઇ અતિ મનોહાર રે સા, વીસ બંબ યનજી તણાં રે લો, પૂજઇ લીઇ પાર રે સા. ૬ કંસારીપુર રાજીઉ રે લો, ભીડ્યભંજન ભગવંત રે સા, બંબ બાવીસઈ પૂજતાં રે લો, લહઈ સુષ અનંત રે સા. ૭ બીજઈ દેહરઈ જઈ નમું રે લો, સ્વામી ઋષભ યનંદ રે સા, બંબ સતાવીસ વંદતા રે લો, ભવિય મનિ આનંદ રે સા. ૮ શકરપુરમાં જાણી રે લો, પંચ પ્રાસાદ ઉનંગ રે સા, ભાવ ધરી યન પૂજતાં રે લો, લહઈ મુગતિ સુચંગ રે સા. ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org