________________
૩૮૮
ખંભાતનાં જિનાલયો
આહે બીજઉં દેહરું પાસનઉં, ત્યાંહાં યન પ્રત્યમાં ત્રીસ, આહે પ્રહઈ ઊઠીનાં પ્રણમતાં, પહુચ મનહ જગીસ. ૨૫ આહે ચોકસી કેરીઅ પોલિમાં, યન ભુવન સુ ચ્યાર, આહે શ્રી ઢંતામણ્ય દેહરઇ, સોલ બંબ સુ સાર. ૨૬ આહે સુષસાગરના ભુવનમાં, મનનિ રંગો એ જઈઇ, આહે તેત્રીસ બંબ તીહાં નમી, ભવિજન નિરમલ થઈઇ. ૨૭ આહે મોહોર પાસ સ્વામી નમું એ, બિંબ સતાવીસ યાંહિ, આહે ચોમુષ વ્યમલ જોહારીઇ, ઉગણીસ બંબ છઈ ત્યાંહિ. ૨૮ આહે નેમનાથ જિન ભવનમાં, બંબ નેઊઆ નમીજઇ, આહે પ્રેમ કરીનઈ પૂજઇ, જિમ એ ભવ નવિ ભમીઇ. ૨૯ આહ પારુઆતણી વલી પોલિમાં, સાતઈ દેહરાં કહી જઈ, આ બત્રીસાં સો બંબશું, સીમંધર લટીઇ. ૩૦ આહે મુનિસુવ્રત વીસ બંબશું, સંભવજિન બંબ વસ, આહ અજિતનાથ દેહરઈ જઈ, નીતઇ નામું આ સીસ. ૩૧ આહે શાંતિનાથ દસ બૅબશું, મોહોર પાસ વિખ્યાત, આહે પાંચ બંબ પ્રેમેં નમું, વીર ચોમુષ સાત. ૩૨ આહે એક પ્રાસાદ અલંગમાં, સ્વામી મુનિસુવ્રત કરો,, આહે પાંત્રીસ બંબ પૂજી કરી, ટાલો ભવનો એ ફેરો. ૩૩ આહે મણિરવાડિ જઈ નમું, શ્રી ચંદપ્રભુ સ્વામી, આહે ઓગણીસ બંબ તસ ભુવનમાં, સુષ લહીઈ શર નામી. ૩૪ આહ સાહા જેદાસની પોલિમાં, તિહાં છઈ દેઉલ એક, આહે મુનિસુવ્રત વીસ થંબથું, નમું ધરીએ વિવેક. ૩૫ આહ ભંડારીની પોલિમાં, દેઉલ એક જ સોહબ, આહે વાસપૂજ્ય નવ બૅબશું, તે દીઠાં મન મોહઈ. ૩૬ આએ વહોરા કેરી વલી પોલિમાં, કાઉસગીયા બઈ સાર, આહે પાંચ બંબશું પ્રણમતાં, સકલ શંઘ જયકાર. ૩૭
ઢાલ ત્રિપદીનો સાહા મહીઆની પોલિ વષાણું, પાંચ પ્રાસાદ તિહાં પોઢા જાણું, પૂજીમ કરિની આંણુ, હો ભવિકા, સેવો જિનવર રાય, એ તો પૂર્વે પાતિગ જાઇ, એ તો નિરખ્યાં આનંદ થાઇ, હો ભવિકા. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org