________________
ખંભાતનાં જિનાલયો
૨૫
લાંબી ઓટિ સુગ(ખ)સાગર પોલિ શાંતિ પ્રાસાદિ ત્રીસજી ચિંતામણિ ત્રીસ વલી સુષસાગરિ અડસઠ જિનવર કહીસિજી ૯ શીતલનાથિ એકોત્સરિ કહઈ સાત્રીસ શ્રી મુહુર પાસજી શાંતિનાથ તિહાં એકત્રીસ લહઈ સોમચિંતામણિ પંચાસજી ૧૦ મહાલિઈષમીઈ જગતવલ્લભ જિન ઓગણ પંચાસ કહીઈજી
ચંદ્રપ્રભુ બિંબ પાંત્રીસ બોલ્યાં ગાંધીપાટકિ જઈઈજી ૧૧ એટલે લાંબી ઓટિ-સુગ(ખ) સાગર પોલમાં નીચે મુજબનાં સાત જિનાલયો વિદ્યમાન હતાં. (૧) શાંતિનાથ (૨) ચિંતામણિ પાર્શ્વનાથ (૩) સુખસાગર પાર્શ્વનાથ (૪) શીતલનાથ (૨) મુહુર પાર્શ્વનાથ (૬) શાંતિનાથ (૭) સોમચિંતામણિ પાર્શ્વનાથ.
મહાલક્ષ્મીની પોળમાં બે જિનાલયો વિદ્યમાન હતા (૧) જગતવલ્લભ પાર્શ્વનાથ (૨) ચંદ્રપ્રભુ.
સં. ૧૯૦૦માં ચોકસીની પોળમાં છ જિનાલયો વિદ્યમાન હતાં જેનો નીચે મુજબ ઉલ્લેખ આવે છે :
૧૩. શ્રી શાંતિનાથ મેડી ઉપર. ૧૪. શ્રી ચંતામણી પાર્શ્વનાથનું દેહશું. ૧૫. શ્રી ચંદ્રપ્રભુનું દેહરું. ૧૬. શ્રી વિમલનાથનો ચોમુખ. ૧૭. શ્રી મોહરી પાર્શ્વનાથનું દેહરું. ૧૮. શ્રી સીતલનાથનું દેહરું,
સં. ૧૯૦૦માં મહાલક્ષ્મીની પોળમાં ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં : ૨૦. શ્રી સુખસાગર પાર્શ્વનાથનું દેહશું. ૨૧. શ્રી મહાવીરસ્વામી-ગૌતમસ્વામીનું દેહશું. ૨૨. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથનું દેહરું.
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ચોકસીની પોળમાં કુલ તેર જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ નીચે મુજબ પ્રાપ્ત થાય છે :
ચોકસીની પોળમાં : ૫૧. જગવલ્લભ પારસનાથજીનું
૫૨. ગૌતમસ્વામીનું (આ દેહરામાં મૂળનાયકજીની પ્રતિમા મહાવીર સ્વામીની છે પણ તેમાં ગૌતમ સ્વામીની પ્રતિમા છે તેથી દેહ ગૌતમ સ્વામીનું કહેવાય છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org