________________
૧૮
ખંભાતનાં જિનાલયો
ખારવાડામાં સ્થંભન પાર્શ્વનાથના જિનાલયમાં રોજ રાત્રે આરતી ટાણે વાઘ અને સંગીત આ સમયે નાનાં બાળકો અને નોકરીધંધેથી એમ ત્રણે પેઢીઓ ભક્તિરસમાં તરબોળ થઈ
સાથે ખૂબ જ ભક્તિભાવપૂર્વક ભાવના થાય છે. પાછાં આવેલાં મોટી ઉંમરના તથા વૃદ્ધ વડીલો જાય છે અને સમગ્ર જિનાલય માંગલ્યનો અનુભવ કરાવે છે.
માંગલ્યની સાથે ગૌરવનો પણ અનુભવ કરાવે તેવી એક રસપ્રદ ઘટના માણેકચોકમાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં (ભોંયરામાં આદેશ્વર છે તે) દર વર્ષે નિયમિત બને છે. વર્ષો પૂર્વે સુરતવાળા શ્રી તારાચંદ સંઘવી સંઘ લઈને ખંભાત આવેલા અને ભોંયરાના આદેશ્વર દાદાની ભાદરવા વદ દશમના રોજ પૂજા ભણાવી શકાય તે માટે તે સમયે તેઓએ રકમ મૂકેલી. વર્ષો બાદ મોંઘવારી વધતી જ ગઈ. હવે તે રકમમાંથી પૂજા ભણાવી શકાય તેમ રહ્યું નહીં. ખડકીની બહેનોએ આ પરંપરા ચાલુ રાખવાની જાણે પોતાની જવાબદારી હોય તેમ દર વર્ષે તે બહેનો ઘે૨-ઘેર ફરે છે અને આ માટેનો ફાળો ઉઘરાવે છે. ફાળાની તે રકમમાંથી પૂજા ભણાવાય છે. નવ્વાણું દીવાની રોશની થાય છે. ઉત્સાહભેર ફાળો ઉઘરાવી આજે પણ આ માણેકચોકની બહેનો તારાચંદ સંઘવીની મંગલ ભાવનાને પુષ્ટિ આપે છે.
ખંભાતના જૈન મહોલ્લાઓનું વિશિષ્ટ અંગ પરબડી છે. પરબડી વિના ખંભાતના જૈન મહોલ્લાની કલ્પના કરવી જ શક્ય નથી. ક્યાંક તો એક મહોલ્લામાં એકથી વધુ પરબડીઓ જોવા મળે છે. પરબડીઓની સંખ્યા અને વૈવિધ્ય ખંભાતના જૈન મહોલ્લાઓમાં જૈન સંસ્કૃતિનું એક આગવું વાતાવરણ ખડું કરે છે. કેટલીક પરબડીઓ તો શિલ્પ અને સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ છે. પરબડીઓની જાળવણી-સાચવણી આજે પણ ખંભાતની ભવ્ય જૈન પરંપરાની દ્યોતક બની રહી છે.
જીવદયાના મહિમાના ગાનના સૂરો ખંભાતની એકેએક પરબડીમાંથી રેલાઈ રહ્યા છે. જીવદયા માટેનો ફંડ તથા તે ફંડોના વહીવટ ખૂબ જ સ્વયંભૂ રીતે અને સહજ રીતે દરેક મહોલ્લાના જૈન શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા થઈ રહ્યો છે. મહોલ્લાના શ્રાવક-શ્રાવિકાઓના જીવનમાં જીવદયાની આ પ્રવૃત્તિ સહજ રીતે વણાયેલી જોવા મળે છે. પક્ષીઓ માટે મૂકવામાં આવતા ચણ તથા કોઈ પણ પ્રકારના વપરાશના કાર્ય માટે પાણી ગાળેલું વાપરવું એ ખંભાતના કોઈપણ શ્રાવક-શ્રાવિકાના દૈનિક નિત્યક્રમનો એક ભાગ બની ગયેલ છે.
સદીઓથી ચાલી આવતી એક ભવ્ય ઉજ્જ્વળ પરંપરા હજુ પણ ટકી રહી છે અને તેને કાળના વિપરીત પ્રભાવની સામે ટકાવવાના અથાગ પ્રયત્નો ચાલી રહ્યા છે.
ખંભાતની આ ભવ્ય જૈન પરંપરાના સ્મરણથી ઉન્નત થયેલું મસ્તક અરિહંત ભગવાનનાં ચરણોમાં નમન કરી રહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org