________________
ખંભાતનાં જિનાલયો
વળી, જિનાલયોની પ્રતિમાઓ પણ વિવિધ દ્રવ્યોની બનેલી છે, જેમાં નીલમ, સ્ફટિક, શનિના, રત્નની પ્રતિમાજીઓ ઉલ્લેખનીય છે. જિનાલયોમાંનાં યંત્રોમાં વિવિધતા તથા વિપુલતા જોવા મળે છે. તિજયપદ્યુત તથા નમિઊણ સ્તોત્રના યંત્રો સવિશેષ છે. એમાંના મોટા ભાગનાં યંત્રોની એક સમયે ઘ૨માં વર્ષો સુધી પૂજા થતી આવેલી. હવે આશાતનાના ભયે તે યંત્રોને જિનાલયોમાં મૂકી દેવામાં આવ્યાં છે. એક કાળે આ યંત્રો અભિમંત્રિત હશે. લોકોએ તેની સાધના પણ કરી હશે.
કેટલાંક જિનાલયોની વિશિષ્ટતા અત્રે ઉલ્લેખનીય છે. અહીંનાં તમામ જિનાલયોમાં ચિત્રકામ વિશેષ જોવા મળે છે. કેટલાંક જિનાલયોની છતની દીવાલો પણ ચિત્રાંકનયુક્ત છે ! ખારવાડામાં કંસારી પાર્શ્વનાથના જિનાલયમાં તો દીવાલો પટથી અને તીર્થંકરો તથા મુનિભગવંતોના જીવનપ્રસંગોના ચિત્રપ્રસંગોથી એટલી તો ભરચક છે કે તમે કોરી ભીંત જોઈ શકો જ નહિ ! તેની પાછળના ભાગે આવેલું, હમણાં જ જીર્ણોદ્ધાર પામેલું મુનિસુવ્રતસ્વામીનું કાચનું જિનાલય અતિ મનોહર છે. દહેવાણનગરના જિનાલયની વિશેષતા એ છે કે તેમાં અતીત, અનાગત અને વર્તમાન ચોવીશીની પ્રતિમાજીઓ બિરાજમાન છે. અહીં પ્રતિમાજી સિવાયના ભાગોમાં અરીસા જડેલા હોવાથી તમે જ્યાં જુઓ ત્યાં તમને માત્ર પ્રતિમાજીનાં જ દર્શન થાય ! બજારમાંના ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના ભોંયરામાં જિનેશ્વર દેવના જીવનપ્રસંગોને Glass Painting માં આલેખવામાં આવ્યા છે તે નયનરમ્ય છે.
૧૭
મૂળનાયકોના મૂર્તિલેખોમાં ૧૭મા સૈકાના મૂર્તિલેખો સૌથી વધુ (લગભગ ૩૫ જેટલાં) છે. અર્થાત્ ૧૭મા સૈકામાં મુખ્યત્વે આ શ્રી હીરવિજયસૂરિ, આ શ્રી વિજયસેનસૂરિ, આ શ્રી વિજયદેવસૂરિ વગેરેના પ્રભાવ હેઠળ જિનાલયનિર્માણની પ્રવૃત્તિએ વેગ પડ્યો હતો એમ કહી શકાય. આજે અમદાવાદ તથા સુરત જેવા શહેરનો વિકાસ થતો જાય છે તેમ તેમ પરા વિસ્તારમાં જૈનોની વસ્તી વધી છે ત્યાં ત્યાં નવીન જિનાલયો બંધાતાં જાય છે પણ ખંભાતનો વિકાસ રૂંધાતાં, છેલ્લા કેટલાક સમયમાં જિનાલયનિર્માણની પ્રવૃત્તિ અત્યંત નહિવત્ બની છે.
મોટા ભાગનાં જિનાલયોમાં આજે પણ પ્રક્ષાલ-પૂજાથી માંડીને ગભા૨ાને સ્વચ્છ અને સુઘડ રાખવાનાં તમામ કાર્યો મહોલ્લાના શ્રાવક-શ્રાવિકાઓ જાતે જ કરે છે. ગભારાની બહાર રંગમંડપમાંની ફર્શ કે જિનાલયની આજુબાજુની સફાઈના કામ માટે પગારદાર માણસોની નિમણૂક કરવામાં આવે છે. ૭૦-૭૫ વર્ષની ઉંમર થઈ હોય તો પણ શ્રાવક-શ્રાવિકાઓ જિનાલયની જાળવણી અને સાચવણી માટે તથા ભક્તિ અને આરાધનામાં રોજ બે કલાકથી પણ વધુ સમય શાંતિથી પસાર કરે છે અને પોતાના કુટુંબના નાની ઉંમરનાં ત્રીજી પેઢીનાં બાળકોને પોતાની સાથે લઈ જઈને પ્રક્ષાલ, કેસર વાટવું, પૂજા કરવી વગેરે ક્રિયાઓની પ્રત્યક્ષ તાલીમ આપે છે. ૩૦ થી ૫૦ વર્ષની ઉંમરના વચલી પેઢીના શ્રાવકો હૃદયમાં ખૂબ ભક્તિભાવ હોવા છતાં સમય ફાળવી શકતા નથી. આર્થિક પ્રવૃત્તિ માટે કે ઉચ્ચ અભ્યાસ અર્થે ખંભાત છોડનારાની સંખ્યા ઉત્તરોત્તર વધતી ચાલે છે ત્યારે પોતાના આ જિનાલયનું શું થશે એ ચિંતા પ્રત્યેક વડીલના ચહેરા પર લીંપાઈ ગઈ છે. અત્યારે તો એવા વૃદ્ધ વડીલોને પોતાના જિનાલયની જાળવણીમાં જ જીવનની સાર્થકતાનો અનુભવ થઈ રહ્યો છે.
ખંભા ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org