________________
૨૧૪
ખંભાતનાં જિનાલયો
માંડવીની પોળ
કુંથુનાથ (સં. ૧૬૭૩ પહેલાં) કડાકોટડીની સામે આવેલી માંડવીની પોળમાં પ્રવેશી આગળ જતાં ડાબા હાથે કુંથુનાથજીનું ધાબાબંધી જિનાલય આવેલું છે.
મૂળનાયક શ્રી કુંથુનાથજીની પ્રતિમા પર લેખ છે જેમાં નીચે મુજબનું લખાણ છે :
ઈલાહી સંવ ૪૮ સંવત ૧૬૫૯ વર્ષે વૈશાખ ... રાજલદે..... ...........હીરવિજયસૂરિ શિષ્ય વિજયસેનમુનિ !''
શ્રી વિજયસેનસૂરિના હાથે ખંભાતમાં સં૧૯૫૯માં એક પ્રતિષ્ઠા થઈ હતી તેની નોંધ ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ ગ્રંથના પૃ. ૫૭ ઉપર મળે છે.
સં. ૧૬૭૩ માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં માંડવીની પોળના વિસ્તારનો અલંગ વસઈની પોળ તરીકે ઉલ્લેખ થયેલો છે. તે સમયે આ વિસ્તારમાં ત્રણ જિનાલયો વિદ્યમાન હતા જે પૈકી કુંથુનાથજીના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે :
અલંગ વસઈની પોલ્યમાં, ત્રણ પ્રાસાદ ઉતંગ |
કુંથુનાથ યન ભુવન ત્યાંહા, પાસઈ પ્રતિમા આઠ I - - પ્રદી ઉઠીનઈ પ્રણમતાં, લહઈ શવપુરિ વાટ // ૧૦
સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં માંડવીની પોળમાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે :
સંભવ ત્રેવીસ અલિગ વસહીઈ
કુંથ પ્રાસાદે સતાવન સોહીઈ ૨૧ એટલે કે અગાઉ જોઈ ગયા મુજબ માંડવીની પોળનો આ વિસ્તાર સંત ૧૭૦૧માં આલિગ વસહી – અલિગ વસહીના નામથી જાણીતો હતો.
સં. ૧૯૦૦માં માંડવીની પોળમાં પાંચ જિનાલયોનો ઉલ્લેખ આવે છે. જે પૈકી કુંથુનાથજીના આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૩૮માં નીચે મુજબ થયેલો છે :
અથ માંડવીની પોલમાં દેહરાં ૫ ની વિગત - ૩૮. શ્રી કુંથુનાથનું દેહરુ ૩૯. શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેહ ૪૦. શ્રી આદિસર ભગવાનનું દેહરું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org