________________
૨૧૨
સાંતિનાથ જયન સોલમુ, ત્યાંહાં ત્રીજઉ પ્રાસાદ | ત્રણ્ય થંબ તૃવિધિ નમું, મુંકી મીથ્યા વાદ ।। ૧૧
સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં આ વિસ્તાર અલિંગ વસહી અલિગ વસહી તરીકે દર્શાવવામાં આવ્યો છે. તે સમયે આ વિસ્તારમાં (૧) આદિનાથ (૨) સંભવનાથ (૩) કુંથુનાથ - એમ કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં તેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે :
૨વજી ચેલાની પોલિં પાસ જિન પંચાવન પ્રતિમા સહી
અલિંગ વસહીઈ આદિ જિનવર ત્રાણું મૂરતિ મઇં લહી ૨૦
સંભવ ત્રેવીસ અલિગ વસહીઈ
કુંથ પ્રાસાદે સતાવન સોહીઈ ૨૧
સં. ૧૯૦૦માં માંડવીની પોળમાં કુલ પાંચ જિનાલયો વિદ્યમાન હતા જેનો ઉલ્લેખ નીચે મુજબ પ્રાપ્ત થાય છે :
અથ માંડવીની પોલમાં દેહરાં ૫ ની વિગત
૩૮. શ્રી કુંથુનાથનું દેરું
૩૯. શ્રી મુનિસુવ્રતસ્વામી દેખ્ખું
૪૦. શ્રી આદિસર ભગવાન દેરું
૪૧. શ્રી વિમલનાથ દેરું
૪૨. શ્રી મહાવીરસ્વામી મેડી ઉપર
Jain Education International
સં. ૧૯૪૭ માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં માંડવીની પોળમાં કુલ સાત જિનાલયો વિદ્યમાન હતાં.
ખંભાતનાં જિનાલયો
માંડવીની પોળમાં
૩૧. વિમલનાથનું
૩૩. નેમનાથ સ્વામીનું
૩૫. કુંથુનાથજીનું
૩૭. સુમતિનાથજીનું
આજની કડાકોટડી વિસ્તારમાં આવેલાં બે જિનાલયો, (૧) પદ્મપ્રભુ, (૨) સુમતિનાથ નો ઉલ્લેખ સં. ૧૯૪૭માં માંડવીની પોળના વિસ્તારમાં કરવામાં આવ્યો છે.
૩૨ ૨ીખવદેવસ્વામીનું
૩૪. મુનિસુવ્રતસ્વામીનું
૩૬. પદ્મપ્રભુજીનું
સં. ૧૯૬૩ માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં માંડવીની પોળ વિસ્તારમાં (૧) કુંથુનાથ (૨) આદિનાથ (૩) મુનિસુવ્રતસ્વામી (૪) નેમિનાથ - એમ કુલ ચા૨ જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org