________________
૧૯૨
ખંભાતનાં જિનાલયો
મનમોહન પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયો છે :
પાટિક જીરાઉલઈ થંભણ ભેટિઉ ભલઈ પંચ્યાસીય મૂરતિ પ્રણમશું એ
મોહન પાસ જિન પ્રતિમા એ ચ્યાર દિન ભૂરઈ પદ્મપ્રભુ જિનવર એ.
એટલે કે સં. ૧૭૦૧ માં મનમોહન પાર્શ્વનાથનું જિનાલય ભોંયરાયુક્ત હતું અને ભોંયરામાં મૂળનાયક તરીકે શ્રી પદ્મપ્રભુજી બિરાજમાન હતા.
સં. ૧૯૦૦માં જીરાળા પાડામાં અગિયાર જિનાલયો વિદ્યમાન હતાં. ક્રમાંક ૨૪ થી ક્રમાંક ૩૪ મુજબનાં અગિયાર જિનાલયો પૈકી મનમોહન પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૩૪માં નીચે મુજબ આવે છે.
અથ શ્રી જિરાલે પાડઈ દેહરાં ૧૧, તેહની વિગત -
૩૪. શ્રી મનમોહન પાર્શ્વનાથ હેમચંદસાનું દેહરુ
સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં જીરાવલા પાડામાં દસ જિનાલયો વિદ્યમાન હતાં તે પૈકી આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૪૧માં નીચે મુજબ થયેલો છે.
જીરાવળા પાડવામાં ૪૦. અરનાથ સ્વામીનું ૪૧. મનમોહન પારસનાથજીનું. ૪૨. વાસુપૂજયસ્વામીનું.
૪૯. ચંદ્રપ્રભુજીનું.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં જીરાળાપાડામાં શ્રી મનમોહન પાર્શ્વનાથજીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. તે સમયે પાષાણના સોળ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી. ઉપરાંત પગલાંની એક જોડનો પણ તે સમયે ઉલ્લેખ મળે છે.
સં૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં પાષાણની ત્રણ પ્રતિમાજી બિરાજમાન હતી. તે સમયે આ જિનાલયની દેખરેખ છોટાલાલ કાળીદાસના કુટુંબીજનો રાખતા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org