________________
ખંભાતનાં જિનાલયો
૧૩૯
ભોંયરાપાડો
નવખંડા પાર્શ્વનાથ (સં. ૧૬૭૩ પહેલાં) ભોંયરાપાડામાં છેક છેવાડે નવખંડા પાર્શ્વનાથનું સુંદર શિખરબંધી જિનાલય આવેલું છે.
જયતિહુઅણ સ્તોત્રનામના ગ્રંથની (સં. ૧૯૪૭) પ્રસ્તાવનામાં શ્રીયુત ગિરધરલાલ હીરાભાઈએ ખંભાતનાં જિનાલયોની યાદી આપી છે. તેમાં તેમણે આ નવખંડા પાર્શ્વનાથને શ્રી ભુવનપાર્શ્વનાથ નામથી ઓળખાવ્યા છે.
સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ભોંયરાપાડાનો ઉલ્લેખ ભુઈરા પોલિ એ મુજબ થયો છે. તે સમયે આ વિસ્તારમાં કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં. તે પૈકી સાંગલ પારસનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે.
ભુઈરા કેરી પોલિ ભલેરી.........
ખૂણઈ દેહરું જગવિખ્યાત, બઈઠાં સાંમલ પારસનાથ.
પનર બંબ તસ સાથિ, હો ! ૯ - જિનાલયમાં ગભારાની બહાર રંગમંડપમાં ડાબી બાજુ એક લેખ આવેલો છે. તેમાં આ મંદિર અતિ પ્રાચીન અને લાકડાનું હોવાનો ઉલ્લેખ છે. આ લેખ નીચે પ્રમાણે છે :
સં. ૧૬૩૭ વર્ષે માઘ વદી પાંચમી શનૌ સ્તંભતીર્થે શ્રી ભોંયરિંગપાડિ શ્રી પાર્શ્વનાથ મંદિરે શ્રી સંઘેન શ્રી અજિતનાથ બિંબ કારાપિતા બૃહદ્ તપાગચ્છ ભટ્ટારક શ્રી હિરવિજય સૂરિભિઃ પ્રતિષ્ઠિતમ્ '
સં. ૧૬૩૭ દરમ્યાન શ્રી હીરવિજયસૂરિ ખંભાતમાં હતા. તે મુજબનો ઉલ્લેખ સૂરીશ્વર અને સમ્રાટ ગ્રંથમાં પૃ. ૨૮ ઉપર પ્રાપ્ત થાય છે.
' “સં. ૧૯૩૭ની સાલમાં સૂરિજી બોરસદ પધાર્યા હતા. અહીં તેમના પધારવાથી ઘણા ઉત્સવ થયા હતા. આ સાલનું ચોમાસું તેમણે ખંભાતમાં કર્યું હતું. અહીંના સંઘવી ઉદયકરણે સં. ૧૬૩૮ના મહા શુદિ ૧૩ના દિવસે સૂરિજીના હાથે શ્રી ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા પણ કરાવી હતી.
સં. ૧૬૩૭ના ઉપર મુજબના લેખમાં ‘ભોયરિંગપાડિ શ્રી પાર્શ્વનાથ મંદિરે – એ મુજબનો ઉલ્લેખ છે. જ્યારે સં૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ભુઈરા પોલિ એ મુજબનો ઉલ્લેખ છે. ટૂંકમાં સં. ૧૬૩૭માં ભોંયરાપાડામાં શ્રી પાર્શ્વનાથનું મંદિર વિદ્યમાન હતું. આ જિનાલય સં. ૧૬૭૩માં સાંમલ પાર્શ્વનાથથી પ્રચલિત છે અને આજે એ જ જિનાલય નવખંડા પાર્શ્વનાથથી પ્રચલિત છે.
સં. ૧૭૦૧માં મહિસાગર કૃત ખંભાાંતિ તીર્થમાલામાં શામળા પાર્શ્વનાથના આ જિનાલયનો ઉલ્લેખ ભોંયરાપાડામાં થયેલો છે જે નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org