________________
૯૦
ખંભાતનાં જિનાલયો
ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે આ જિનાલયની સાથે ઝવેરી ખુશાલચંદ લક્ષ્મીચંદનું નામ જોડાયેલું હતું. પાષાણની એકવીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી તથા પગલાંની એક જોડનો પણ ઉલ્લેખ થયેલો છે.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં આ જિનાલય બોરપીપળા વિસ્તારમાં દર્શાવવામાં આવેલું છે અને તે સમયે ભોંયરામાં શ્રી ગોડી પાર્શ્વનાથના જિનાલયનો પણ ઉલ્લેખ થયેલો છે. નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયમાં પાષાણની વીસ પ્રતિમાજીઓ અને ભોંયરામાં ગોડીપાર્શ્વનાથના જિનાલયમાં પાષાણની એક પ્રતિમાજીનો ઉલ્લેખ થયેલો છે. ઉપરાંત એક કાઉસ્સગ પ્રતિમા તથા ૧૭૦ જિનનો ગોખલો પણ દર્શાવવામાં આવેલા છે. તે સમયે આ જિનાલયનો વહીવટ દલપતભાઈ ખુશાલદાસ ઝવેરી હસ્તક હતો. જેઓ જીરાવલાપાડામાં રહેતા હતા. તેમજ તે સમયે પૃ. ૪૪ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ છે :
અહીં જૈનોથી વસાયેલો સંઘવીની પોળનો લતો પૂરો થઈ ખડકી બહાર નીકળતાં “બોલપીપળાનામક સરિયામ લતો આવેલ છે. ખડકીમાંથી જમણા હાથે જતાં જીરાળા પાડો આવે છે. સીધા જતાં બજાર આવે છે. જયારે ડાબા હાથે જતાં માણેકચોકમાં જવાય છે. ખડકીની લગોલગ પાર્જચંદ્ર ગચ્છનો ઉપાશ્રય છે. તેનાથી બે મકાન મૂકીને ખાંચામાં વળતાં નાકા પર જર્જરિત દશામાં આવી પડેલી સંઘની મોટી ધર્મશાળા છે. બાજુમાં પાર્શ્વચંદ્રસૂરિનો સ્તુપ યાને શુભ છે. એની પાછળ ખૂણામાં નવપલ્લવ પાર્શ્વનાથનું વિશાળ દેવાલય આવેલું છે. ભોંયરું છે જેમાં ગોડી પાર્શ્વનાથની મૂર્તિ છે. જિનાલયની કારીગરી અને બાંધણી જોવાલાયક છે. બાજુમાં નાનો સાધ્વીનો ઉપાશ્રય છે. ભૂતકાળમાં ત્યાં ભક્તિનું કેવું યે ભવ્ય પ્રદર્શન ભરાતું હશે તેનો વિશાળતા પરથી ખ્યાલ આવે છે. આજે તો એ નિર્જનતાવાળા પ્રદેશમાં એકાકી ઉભેલા પથિક સમું ખૂણામાં પડ્યું છે...'
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં બોરપીપળામાં આવેલા નવપલ્લવ પાર્શ્વનાથજીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે પાષાણની સત્તાવીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. ભોંયરામાં જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. પરંતુ ગોડી પાર્શ્વનાથનો અલગ જિનાલય તરીકે કે સંયુક્ત જિનાલય તરીકે ઉલ્લેખ થયેલો નથી. તે સમયે આ જિનાલયમાં સ્ફટિકની એક પ્રતિમાજીનો પણ ઉલ્લેખ થયેલો છે અને વહીવટ દલપતભાઈ ખુશાલચંદ હસ્તક હતો. હાલ આ જિનાલયનો વહીવટ બંસીલાલ ભાઈલાલ ઝવેરી તથા મુકેશભાઈ કાંતિલાલ ઝવેરી હસ્તક છે જેઓ બોરપીપળામાં જ રહે છે.
જિનાલયનો જીર્ણોદ્ધાર શેઠ શ્રી દલપતભાઈ ખુશાલચંદના વહીવટ દરમ્યાન થયો હતો.
જિનાલયની બાંધણી અને કારીગરી જોવાલાયક છે. અગાઉ આ જિનાલય કાચનું હોવાનો પૂરો સંભવ છે. આજે પણ જિનાલયના રંગમંડપના થાંભલાઓ પર ખૂબ જ જીર્ણ થયેલું કાચકામ નજરે પડે છે. જિનાલયની બહારના ભાગમાં રંગમંડપમાં પ્રવેશવા માટેના બે પ્રવેશદ્વારની આજુબાજુની દીવાલો પર પણ સુંદર ચિત્રકામ છે. આખું જિનાલય સુંદર પટ તથા ચિત્રકામથી સુશોભિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org